ટીમ ઈન્ડિયામાં પહેલીવાર તક મેળવનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ઈંગ્લેન્ડ પ્રવાસ સારો રહ્યો નહીં. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ વૈભવને ભારતીય ટીમમાં ડેબ્યૂનું ઇનામ મળ્યું હતું, પરંતુ તે તકનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. પોતાની પહેલી ત્રણ મેચમાં વૈભવ માત્ર 13, 14 અને 15 રન જ બનાવી શક્યો હતો. આવા સંજોગોમાં સિરીઝની 5મી અને છેલ્લી મેચમાં તેને ડ્રોપ કરવામાં આવ્યો. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય પર તેની ખૂબ ટીકા પણ થઈ.
હાર બાદ વૈભવ રડવા લાગ્યો
વળી,ખુદ વૈભવ સૂર્યવંશી પણ ટીમમાંથી ડ્રોપ થયા બાદ નિરાશ જોવા મળ્યો.મેચ દરમિયાન વૈભવ ઉદાસ ચહેરા સાથે બાઉન્ડ્રી પાસે બેઠેલો દેખાયો,પરંતુ ચાહકોનું દિલ ત્યારે તૂટ્યું જ્યારે પાંચમી T20માં ભારતીય ટીમની હાર બાદ વૈભવ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.દરેક જણ મેચ પછી પોતપોતાના કામમાં વ્યસ્ત હતા,પરંતુ વૈભવ હારથી આઘાતમાં હતો અને પોતાને સંભાળી શક્યો નહીં. વૈભવનો આ ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://x.com/nibraz88cricket/status/2076019967745831141?s=20
T20માં ટીમ ઈન્ડિયાનો 4-0થી સફાયો
ઈંગ્લેન્ડ પ્રવાસ પર T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. ભારતીય ટીમને સિરીઝમાં 4-0થી હાર મળી.એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.વળી,અંતિમ T20ની વાત કરીએ તો મેચમાં ઈંગ્લેન્ડ માટે જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુકે ધૂમ મચાવી દીધી. ઈંગ્લેન્ડ માટે બટલરે 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી.
હેરી બ્રુક 45 બોલમાં 95 રન બનાવી અણનમ
ત્યારે,હેરી બ્રુક 45 બોલમાં 95 રન બનાવી અણનમ રહ્યો.પોતાની આ ઇનિંગમાં તેણે 8 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા,જેનાથી યજમાન ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.તેના જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 201 જ બનાવી શકી, જેનાથી તેમણે 56 રનથી મેચ ગુમાવી દીધી.ટીમ ઈન્ડિયા માટે બેટિંગમાં સૌથી વધુ ઈશાન કિશને 56 અને તિલક વર્માએ 53 રનની ઇનિંગ રમી.
આ પણ વાંચો - Shreyas Iyerની બહેને કર્યું એવું કામ, સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદ