ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI સીરિઝ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટોએ ક્રિકેટ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે. કાર્ડિફમાં બીજી ODI દરમિયાન ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાંથી એક ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેનાથી અનુભવી ઓપનર રોહિત શર્માની ODI કારકિર્દી અને નિવૃત્તિ અંગે અટકળો વધુ તેજ બની છે.

કોહલીનો ઉદાસ ચેહરો

ભારતીય ટીમની બેટિંગ દરમિયાન, રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી હતાશ અને ઉદાસ દેખાતો હતો. જસપ્રીત બુમરાહ પણ ખૂબ ગંભીર દેખાતો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો વિરાટ કોહલીના ઉદાસીને રોહિત શર્માની નિવૃત્તિ સાથે જોડી રહ્યા છે.

અશ્વિનની નિવૃત્તિની આવી યાદ

હકીકતમાં, વિરાટ કોહલીનો ઉદાસ ચહેરો જોઈને ક્રિકેટ ચાહકોને 2024 ના અંતમાં તે ક્ષણની યાદ આવી ગઈ જ્યારે સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. અશ્વિને બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે જાહેરાત પહેલા, ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી અને અશ્વિનનો ફોટો અને વીડિયો વાયરલ થયો હતો.

https://x.com/CricketGuru_CG/status/2077996822430384175?s=20

કોહલીની નિરાશા, રોહિતની નિવૃત્તિ?

હવે, ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું. રોહિતની બાજુમાં બેઠેલા કોહલીના ચહેરા પરની હતાશા જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કિંગ કોહલીએ રોહિતના ભવિષ્ય વિશે કંઈક મહત્વપૂર્ણ જાણકારી છે.

ODI વર્લ્ડ કપમાંથી રોહિત શર્મા બહાર

આ અફવાઓ વેગ પકડી રહી છે કારણ કે તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI ની મુખ્ય પસંદગી સમિતિએ 2027 ODI વર્લ્ડ કપની તૈયારી માટે રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલો છે કે આ વર્તમાન ઈંગ્લેન્ડ સીરિઝ પછી રોહિતને ODI ટીમમાં તક આપવામાં આવશે નહીં. પરિણામે, ચાહકોને ડર છે કે લોર્ડ્સ ખાતેની ત્રીજી ODI હિટમેનના શાનદાર ODI કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- Mohammad Nawaz સામે ICCની મોટી કાર્યવાહી, રેકોર્ડમાંથી પણ નામ હટાવ્યું