ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે T20,વનડે અને ટેસ્ટ શ્રેણી રમાવાની છે.જોકે,આ પ્રવાસ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રોર્કે ભારત સામેની વનડે અને ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. તે હાલમાં હેમસ્ટ્રિંગ અને પિંડળીની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને ભારત સામેની શ્રેણીઓથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે ઓ'રોર્કે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ જ મેદાનમાં વાપસી કરે.

વિલિયમ ઓ'રોર્કેની વાપસી અંગે ન્યૂઝીલેન્ડ સાવચેત

વિલિયમ ઓ'રોર્કે ન્યૂઝીલેન્ડના મહત્ત્વના ફાસ્ટ બોલરોમાંનો એક છે. તેની બોલિંગ ટીમ માટે ઉપયોગી રહી છે, પરંતુ ઈજાને કારણે હવે તે ભારત સામેની આગામી વનડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.ન્યૂઝીલેન્ડના કોચ રૉબ વૉલ્ટરે આ અંગે જણાવ્યું હતું કે ભારત સામે ઘરઆંગણે રમાનારી મોટી શ્રેણીમાંથી બહાર રહેવું વિલ માટે નિરાશાજનક છે. તેને વનડે અને ટેસ્ટ બંને શ્રેણીમાં રમવાનું હતું, પરંતુ ચર્ચા બાદ તેને ઈજામાંથી સાજા થવા માટે વધુ સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોચના જણાવ્યા અનુસાર, વિલિયમને બંને ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થવાની સાથે તેની બોલિંગનો કાર્યભાર પણ ધીમે ધીમે વધારવાની જરૂર છે. 

https://x.com/BLACKCAPS/status/2108699123692282074?s=20


ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પર નજર

ન્યૂઝીલેન્ડની ટીમ માટે ભારત સામેની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પણ મહત્ત્વપૂર્ણ છે.ડિસેમ્બરમાં શરૂ થનારી આ શ્રેણી પહેલાં ઓ'રોર્કે સંપૂર્ણ ફિટ થઈ જાય તે માટે તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં તે રમશે કે નહીં તે તેની ઈજામાંથી સાજા થવાની સ્થિતિ અને ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

T20 શ્રેણી પહેલાં પણ ન્યૂઝીલેન્ડને બે ઝટકા

ભારતના પ્રવાસ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને T20 શ્રેણી માટે પણ ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.માર્ક ચેપમેન અને જેક ફોક્સ ઈજાને કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.આ બંને ખેલાડીઓની ગેરહાજરી બાદ ન્યૂઝીલેન્ડે જોશ ક્લાર્કસન અને બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કર્યા છે. આ ફેરફારોને કારણે ટીમે શ્રેણી પહેલાં પોતાની તૈયારીઓમાં ફેરફાર કરવો પડશે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 શ્રેણી 22 ઑક્ટોબરથી શરૂ થવાની છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 વનડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે.

ભારત સામે ન્યૂઝીલેન્ડની કસોટી

ભારત સામેની શ્રેણી ન્યૂઝીલેન્ડ માટે મહત્વપૂર્ણ રહેશે.એક તરફ ટીમ ઘરઆંગણે રમવાનો લાભ લેવા માગશે, જ્યારે બીજી તરફ મુખ્ય ફાસ્ટ બોલરોની ગેરહાજરી ટીમની તૈયારીઓને અસર કરી શકે છે.વિલિયમ ઓ'રોર્કેની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડના અન્ય બોલરો પર વધારાની જવાબદારી આવી શકે છે. હવે જોવાનું રહેશે કે ટીમ આ પડકારનો સામનો કેવી રીતે કરે છે અને ભારત સામેની શ્રેણીમાં કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો - Ishan Kishanએ છગ્ગાના મામલે રચ્યો ઇતિહાસ, આવું કરનારા ત્રીજા ભારતીય ખેલાડી બન્યો