ક્રિકેટના સૌથી મોટા મુકાબલા ભારત vs પાકિસ્તાન માટે મેદાન તૈયાર થઈ ગયું છે. બંને ટીમો 14 જૂને ઐતિહાસિક એજબેસ્ટન મેદાન પર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં આમને-સામને થશે. આ મેચ બંને ટીમો માટે ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો હશે, અને તેઓ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે. જોકે, આ મેચ પહેલા ભારતીય ટીમનો હાથ ઉપર છે.


ભારત vs પાકિસ્તાન

જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા હંમેશા મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાન હંમેશા ભારત સામે લાચાર દેખાય છે. પાકિસ્તાને વર્ષોથી T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. જોકે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમોએ આ ફોર્મેટમાં ક્યારેય દ્વિપક્ષીય સીરિઝરમી નથી. આ બંને ટીમો ફક્ત ICC ઈવેન્ટ્સ, એશિયા કપ, એશિયન ગેમ્સ અથવા કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા પ્લેટફોર્મ પર જ એકબીજા સામે રમે છે.

પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 13 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ફક્ત 3 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો 8 વખત એકબીજા સામે આવી છે, જેમાંથી ભારતે 6 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 2 મેચ જીતી છે. છેલ્લી વખત બંને ટીમો 2024 ના T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.

વર્લ્ડ કપનામાં બંને ટીમનો ઈતિહાસ

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમોનું પ્રદર્શન ખૂબ જ અલગ રહ્યું છે. ભારત ઘણી વખત નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું છે, પરંતુ પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી આગળ વધવા સંઘર્ષ કરતું રહ્યું છે. ભારતીય ટીમ 2020 માં ફાઈનલમાં પહોંચી હતી અને બીજા સ્થાને રહી હતી. જોકે, 2024 ના વર્લ્ડ કપમાં બંને ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી ન હતી. તેથી, 2026ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન માટે જીતની લય પાછી મેળવવાની શ્રેષ્ઠ તક છે.

આ પણ વાંચો - Bangladeshi બોલરે કરી ગંદી હરકત, રોષે ભરાયો જોશ ઇંગ્લિસ,જુઓ Video


  • Follow us on: