હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ, જીત યથાવત રાખવાનો પ્રયાસ કરશે. ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળી છે. અત્યાર સુધી બંને ટીમો 24 વખત સામસામે રમી છે. જેમાં ભારતે 11 અને દક્ષિણ આફ્રિકાએ 10 મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.શ્રેયંકા પાટિલને નેધરલેન્ડ્સ સામે મહિલા ટી20 વર્લ્ડ કપ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે.


શ્રેયંકા પાટિલની જગ્યાએ પ્રેમા રાવત

પ્રેમા રાવતને ભારતીય ટીમમાં શ્રેયંકા પાટિલના જગ્યાએ સામેલ કરવામાં આવ્યું છે. ભારતે આ ગ્રુપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને પહેલાથી જ હરાવી દીધા છે. તેથી, તેઓ ત્રીજી મેચ જીતીને પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. ‘વિમેન્સ ઇન બ્લુ’ ટીમે પાકિસ્તાનને 64 રનથી અને નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામેની બંને મેચમાં જીત સાથે, ટીમ ઇન્ડિયા હાલમાં ગ્રુપ 1 માં 4 પોઈન્ટ અને +3.975 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.



ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, રાધા યાદવ, પ્રેમા રાવત.

દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ

સુને લુસ, લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એનીરી ડેર્કસન, નાદીન ડી ક્લાર્ક, મેરિઝાન કેપ, ક્લો ટ્રાયન, કાયલા રેનેકે, સિનાલો જાફતા (વિકેટકીપર), શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, કારાબો માસો, તુમી સેખુખુને, તાઝમીન બ્રિટ્સ, ડેન વાન નિકેર્ક.

કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

મેચ ક્યાં રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

આ પણ વાંચો - T20 World Cup 2026: બાંગ્લાદેશે સર્જ્યો મોટો અપસેટ,પાકિસ્તાનની સતત ત્રીજી હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર


  • Follow us on: