ICC મહિલા T20 વર્લ્ડ કપનો 30મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, જેમાં નંદિની શર્માની જગ્યાએ ક્રાંતિ ગૌરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ એક ફેરફાર કર્યો છે, જેમાં અલાના કિંગની જગ્યાએ ફોબી લિચફિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચવા માંગતી હોય, તો તેણે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.


  • Follow us on: