ભારતીય વિમેન્સ ટીમે મહિલા T20 વર્લ્ડકપ 2026 માં નેધરલેન્ડ્સને 95 રનથી હરાવીને પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું. આ પહેલા ટીમે ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બુધવારે લીડ્સમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની અડધી સદીની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી દ્વારા આપવામાં આવેલી શરૂઆત પર મજબૂતાઈ જાળવી રાખી. સ્લોગ ઓવરમાં ભારતને 3 ઝટકાનો સામનો કરવો પડ્યો, છતાં બાઉન્ડ્રી અટકી નહીં. દીપ્તિએ છેલ્લા 2 બોલમાં 10 રન બનાવ્યા. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા શેફાલી અને સ્મૃતિ મંધાનાએ 115 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. આ દરમિયાન શેફાલીએ વિમેન્સ T20 વર્લ્ડકપમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી, જ્યારે સ્મૃતિ મંધાનાએ સતત બીજી અડધી સદી ફટકારી. જેમિમા સારી શરૂઆત કરી પરંતુ મોટી ઈનિંગ રમી શકી નહીં. રિચાએ ફરી એકવાર અંતિમ ભૂમિકા ભજવી. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 17.3 ઓવરમાં ફક્ત 114 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી શ્રી ચરણીએ આ મેચમાં 4 વિકેટ લીધી જ્યારે શેફાલી વર્માએ 3 વિકેટ લીધી. આ દરમિયાન નંદની શર્માએ 2 અને દીપ્તિ શર્માએ 1 વિકેટ લીધી.

Smriti Mandhanaએ T20માં વર્લ્ડકપમાં હાંસલ કરી આ સિદ્ધિ, હરમનપ્રીત અને મિતાલી રાજને છોડ્યા પાછળ









