વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા સામે પોતાની ત્રીજી મુકાબલો રમ્યો. સાઉથ આફ્રિકાએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવવામાં સફળ રહી. સાઉથ આફ્રિકાએ 159 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો. આ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી મેરિઝાન કેપે સૌથી વધુ 81 રન બનાવ્યા. તે અંત સુધી અણનમ રહી. તેના સિવાય તાઝમિન બ્રિટ્સે 36 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન લૌરા વોલ્વાર્ડ 21 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફરી. ભારતની બોલિંગની વાત કરીએ તો શ્રી ચરણીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 14 રન આપ્યા, જેમાં એક મેડનનો પણ સમાવેશ થાય છે.

Vaibhav Sooryavanshiનો ફેન બન્યો આ અંગ્રેજી દિગ્ગજ, કહ્યું - 'સ્લેજિંગ પણ શરૂ કરી દીધું છે...'









