ભારતીય મહિલા ટીમ આજે ICC મહિલા T20 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં હરીફ પાકિસ્તાન સામે રમશે. આ મેચ રોમાંચક રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ ક્રિકેટ મેચ ચાહકો માટે ખાસ હોય છે. અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો ભારતનો પાકિસ્તાન સામે દબદબો રહ્યો છે. રેન્કિંગ પણ ભારતના પક્ષમાં જ છે. ચાલો જાણીએ મેચ દરમિયાન પિચ અને હવામાન કેવું રહેશે.
શું કહે છે પિચ રિપોર્ટ
એજબેસ્ટનની પિચને સંતુલિત માનવામાં આવે છે. પરંતુ બોલરોને થોડી મદદ મળી શકે છે. બર્મિંગહામમાં ફાસ્ટ બોલરોને નવા બોલ સાથે ગતિ મળી શકે છે. જો પિચ ધીમી પડે છે. તો સ્પિનરોની ભૂમિકા વધી શકે છે. તેથી એમ કહી શકાય કે બંને બોલરોને ફાયદો થશે. અત્યાર સુધીમાં અહીં 19 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમ 10 વખત જીતી છે અને રન ચેસ કરતી ટીમ 9 વખત જીતી છે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 145 છે. તેથી 150ની આસપાસનો સ્કોર સારો માનવામાં આવશે. પરિસ્થિતિઓને જોતાં કેપ્ટન પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.













