ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના પોઈન્ટ ટેબલમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડર્બનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી રોમાંચક પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 214 રનની કારમી હારનો સામનો કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ મેચ પહેલાં પ્રોટીઝ ટીમ 75% પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ હવે તે ત્રીજા સ્થાને સરકી ગઈ છે.

કાંગારૂઓએ ડર્બનમાં મચાવી તબાહી

કિંગ્સમીડ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ યજમાન દક્ષિણ આફ્રિકા પર દબદબો જાળવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગમાં 390 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 284 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ 214 રનથી શાનદાર વિજય મેળવ્યો

પ્રથમ ઇનિંગના આધારે 106 રનની મહત્વપૂર્ણ લીડ મેળવ્યા બાદ,ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટે 314 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને આફ્રિકા સામે જીતવા માટે 421 રનનો પહાડ જેવો લક્ષ્યાંક મૂક્યો હતો.રન ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી અને બીજી ઇનિંગમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.પરિણામે ઓસ્ટ્રેલિયાએ 214 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.

WTC પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યાં?

આ પરિણામ બાદ ઓસ્ટ્રેલિયા 81.8 ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 72.22 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 60 ટકા પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.બાંગ્લાદેશ 55.56 ટકા પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ભારત 51.52 ટકા પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. આથી ભારતીય ટીમ માટે આગામી ટેસ્ટ મેચોમાં સારા પરિણામ મેળવવા મહત્વપૂર્ણ રહેશે.

https://x.com/ImTanujSingh/status/2110026459154989568?s=20

ભારતીય ટીમની સ્થિતિ શું છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઈન્ટ ટેબલમાં ભારત હાલમાં પાંચમા સ્થાને છે. ભારતની પોઈન્ટ ટકાવારી 51.52 છે. ટોચની ટીમો સાથેનું અંતર ઘટાડવા માટે ભારતીય ટીમે આગામી મેચોમાં જીત મેળવવી પડશે.બીજી તરફ, ઇંગ્લેન્ડ છઠ્ઠા, શ્રીલંકા સાતમા, વેસ્ટ ઇન્ડિઝ આઠમા અને પાકિસ્તાન નવમા સ્થાને છે. ટુર્નામેન્ટ આગળ વધશે તેમ દરેક ટેસ્ટનું પરિણામ પોઈન્ટ ટેબલમાં ફેરફાર લાવી શકે છે.

ઓસ્ટ્રેલિયા ટોચ પર, ભારતની નજર વાપસી પર

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામેની જીત સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાને એક સ્થાનનું નુકસાન થયું છે.ભારત માટે પણ WTC ફાઇનલની દિશામાં આગળ વધવા આગામી મેચો મહત્વપૂર્ણ રહેશે. ટીમે સતત સારો દેખાવ કરીને પોઈન્ટ ટકાવારી સુધારવી પડશે. હવે જોવાનું એ રહેશે કે આગામી મુકાબલાઓમાં કઈ ટીમ પોતાની સ્થિતિ મજબૂત કરે છે અને પોઈન્ટ ટેબલમાં ફરી કેવો ફેરફાર જોવા મળે છે.

આ પણ વાંચો - Suryakumar Yadavએ દુબઈમાં ખરીદ્યું આલીશાન ઘર! મુંબઈ છોડી કેમ પસંદ કર્યું આ શહેર?