cricketer virat kohli shows vamikas cute face first time
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિરાટ કોહલીએ બતાવ્યો વામિકાનો ચહેરો, જૂઓ ફોટા

વિરાટ કોહલીએ બતાવ્યો વામિકાનો ચહેરો, જૂઓ ફોટા

 | 4:59 pm IST
  • Share

  • વિરાટ કોહલીએ વામિકાનો બતાવ્યો ચહેરો 

  • સોશિયલ મીડિયામાં ફોટો કર્યો શેર 

  • વામિકાની ક્યૂટનેશ જોવા લોકો આતુર 

 

વિરાટ કોહલીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જે આગની જેમ વાઈરલ થઇ રહ્યો છે. આ ફોટામાં વિરાટ એક નાની બાળકી સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટામાં જોવા મળી રહેલી બાળકીને લોકો વામિકા સમજી રહ્યા છે. જો કે અમે તમને જણાવી દઈએ કે આ બાળકી વામિકા નથી. વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા હરભજનની દીકરી સાથે આ ફોટો પડાવ્યો હતો. લોકો હરભજન સિંહની દીકરીને વામિકા સમજી રહ્યા છે. ત્યારે આવો અમે તમને બતાવીએ વિરાટ કોહલીની દીકરી વામિકાના કેટલાક ફોટા.

હંમેશા દીકરી વામિકાનો ચહેરો છુપાવે છે વિરાટ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફોટામાં હંમેશા પોતાની દીકરીનો ચહેરો છુપાવે છે. અત્યાર સુધી વિરુષ્કાએ જેટલા પણ ફોટા શેર કર્યા છે તેમાં વામીકાનો ચહેરો ક્યાંય દેખાતો નથી.

વામિકાની ક્યૂટનેશ દેખવા માટે લોકો બેચેન

વામિકા કેવી દેખાય છે એ જાણવા માટે લોકો હંમેશા બેચેન રહે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વિરાટ અને અનુષ્કા ક્યાં સુધી પોતાની દીકરી વામિકાનો ચહેરો બતાવતા નથી.

વિરાટ કોહલી ફ્રી ટાઇમમાં વામિકા સાથે રમે છે

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ફ્રી સમયમાં પોતાની દીકરી વામિકા સાથે રમવાનું પસંદ કરે છે. અનુષ્કા ઘણી વાર વિરાટ અને વામિકાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. જેમાં બન્ને ક્વોલિટી સમય પસાર કરતા જોવા મળે છે.

અનુષ્કાએ વામિકા માટે કામમાંથી લીધો બ્રેક

અભિનેત્રી અનુષ્કા શર્માએ વામિકા માટે કામમાંથી બ્રેક લીધો છે. ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે બેચેન છે.જો કે અનુષ્કા ક્યારે કામમાં પરત ફરે છે તે તો તે જ નક્કી કરશે. 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો