• હાથ-પગ બાંધીને લાકડી વડે માર મારતાં પત્નીનો જીવ લીધો,
  • પોસ્ટમોર્ટમ દરમિયાન પેટમાંથી વેલણ મળી આવ્યું
  • પતિએ તમામ હદો પાર કરી પત્નીની કરી હત્યા

સામન્ય રીતે તમે હત્યા તિક્ષ્ણ હથિયાર કે ફાયરિંગથી થઈ હશે તેવું સાંભળ્યું હશે પરંતુ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં પતીએ પત્નીની એવી હત્યા કરી કે,પીએમ કરનાર ડોકટર પણ ચૌંકી ઉઠયા,જી હા નશામાં ધૂત પતીએ પત્નીને માર મારી દોરડાથી બાંધી અને ગુપ્તાંગના ભાગે વેલણ નાખી તેની હત્યા કરી,તો ડોકટરે જયારે મૃતક પત્નીનુ પીએ કર્યુ ત્યારે પેટના ભાગેથી આ વેલણ નિકળી આવ્યું હતુ.

નશામાં હતો પતિ અને કરી કરણપીર હત્યા

યુપીના ફિરોઝાબાદમાં નશામાં ધૂત પતિ જાનવર બની ગયો હોય તેવુ વર્તન કર્યુ હતુ. તેણે પત્નીનું એવું મોત નિપજાવ્યુ કે પોલીસની સાથે પોસ્ટમોર્ટમ કરનારા તબીબો પણ હચમચી ગયા. પત્નીના શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાના નિશાન હતા. તેને દોરડાથી બાંધીને લાકડી વડે ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. દાંતના ભાગેથી પણ પત્નીને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, તેના ગુપ્તાંગ ભાગમાં વેલણ નાખવામાં આવ્યુ હતુ.જે પોસ્ટમોર્ટમ દરમિયાન તેના પેટમાંથી બહાર આવ્યું હતું. હાલમાં હત્યા કરનાર પતિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તેનો ભાઈ પણ ફરાર છે તેને પોલીસ શોધી રહી છે.

10 વર્ષ પહેલા થયા હતા લગ્ન

મૂળ ઈટાવાની રહેવાસી રેશ્મા (ઉં.28)ના લગ્ન 10 વર્ષ પહેલા ફિરોઝાબાદના સુરજીત સાથે થયા હતા. લગ્ન બાદથી રેશ્માને પતિ સુરજીત સાથે કોઈ મનમેળ ન હતો. કારણ કે સુરજીત ડ્રગ્સનો એડિક્ટ હતો,બે દિવસ પહેલા સુરજીત દારૂના નશામાં ઘરે આવ્યો હતો. ત્યારપછી તેની પત્ની રેશ્મા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ સુરજીતે તેને ખૂબ માર માર્યો હતો. તેણે રેશ્માના હાથ-પગ દોરડા વડે બાંધી દીધા અને લાકડી વડે માર માર્યો. ક્રૂરતાની હદ ત્યારે પહોંચી જ્યારે તેણે પત્નીના ગુપ્તાંગ ભાગોમાં પણ ઈજા પહોંચાડી.

પતિની પોલીસે પૂછપરછ કરી

પોલીસની પૂછપરછમાં પતિએ કબૂલાત કરી કે તેને ડ્રગ્સ અને દારૂનુ વ્યસન હતુ,અને તેનો ઈરાદો એવો ન હતો કે તે તેની પત્નીની હત્યા કરે પરંતુ નશામાં તેણે પોતાની જીવનસાથીને ગુમાવી દીધી છે,ત્યારે દારૂના દૂષણને પગલે એક વ્યકિતનો જીવ ખરાબ રીતે ગયો છે,પોલીસે હત્યારાની તો ધરપકડ કરી છે સાથે જેણે સાથ આપ્યો તેવો તેનો ભાઈ પણ ફરાર છે.પોલીસની તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે,આરોપીએ અગાઉ પણ આજ રીતે તેની પત્નીને માર માર્યો છે.

 

  • Follow us on: