• બ્રાઝિલના અલ્ટામિરામાં બની દુખદ ઘટના
  • પુત્રી બ્યુટી કોન્ટેસ્ટમાં ચોથા નંબરે આવતા પિતાએ ગોળીઓ ચલાવી
  • સમગ્ર ઘટનામાં એક વ્યકિતનું સારવાર દરમિયાન થયુ મોત

માતા-પિતા તેનું બાળક હંમેશા આગળ વધે તેવું ઈચ્છતા હોય છે,પરંતુ તેમના બાળકની અધોગતિ થાય તે કોઈ પણ માતા-પિતાને ના ગમે,બ્રાઝિલના અલ્ટામિરામાં એક એવી ઘટના બની કે જે તમે જાણીને ચૌંકી જશો,જી હા એક સામન્યવાતમાં એવી તો ગોળીઓ છૂટી કે લોકો પોતાની જગ્યા છોડીને ભાગવા લાગ્યા,વાંચો સ્પેશિયલ સ્ટોરી.

પિતાને દુખ સહન ના થતા ચલાવી ગોળીઓ

બ્યુટી કોન્ટેસ્ટમાં ચોથા નંબરે આવેલી છોકરીના પિતાએ જજ પર ફાયરિંગ કર્યું હતું, બ્રાઝિલના અલ્ટામિરામાં બ્યુટી કોન્ટેસ્ટ યોજાઈ હતી અને વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. પરંતુ આ હરીફાઈમાં ચોથા ક્રમે આવેલી છોકરીના પિતાને સ્પર્ધાનું પરિણામ પસંદ ન આવ્યું. તેમણે ન્યાયાધીશો અને તેમની પસંદગીના માપદંડો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પછી ફાયરિંગ શરૂ કર્યુ હતુ.

જજ પર બંદૂકની ગોળીઓ ચલાવી

સામાન્ય રીતે, લોકો તેમના બાળકો વિશે ખૂબ જ સકારાત્મક હોય છે અને ઇચ્છે છે કે તેમના બાળકો દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે, પછી તે અભ્યાસ, રમતગમત અથવા અન્ય કંઈપણ, લોકો તેમના બાળકોની સુખાકારી ઇચ્છે છે. પરંતુ એક વ્યક્તિએ આમાં ગાંડપણની હદ વટાવી દીધી. મામલો બ્રાઝિલના અલ્ટામિરાનો છે, જ્યાં એક સૌંદર્ય સ્પર્ધા યોજાઈ હતી અને વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. પરંતુ આ હરીફાઈમાં ચોથા ક્રમે આવેલી છોકરીના પિતાને સ્પર્ધાનું પરિણામ પસંદ ન આવ્યું. તેમણે ત્યાં હાજર જજો અને તેમની પસંદગીના માપદંડો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અહીં ચર્ચા એટલી વધી ગઈ કે ખાનગી સુરક્ષા અને મિલિટરી પોલીસની હાજરીમાં વ્યક્તિએ જજ પર બંદૂક તાકી.

હાલ મામલાની તપાસ ચાલી રહી છે

આવી સ્થિતિમાં, સુરક્ષાએ મામલો પોતાના હાથમાં લીધો અને વ્યક્તિ પર ગોળીબાર કર્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નિપજ્યું. જ્યાં આ બધું થયું તે હોલ કથિત રીતે ખીચોખીચ ભરેલો હતો અને સુરક્ષા પાસે હાજર લોકોને બચાવવા માટે વ્યક્તિ પર ગોળીબાર કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોતો.નીચે પડતા પહેલા તે પોતાની રિવોલ્વરમાંથી થોડી ગોળીઓ ચલાવવામાં સફળ રહ્યો હતો. આમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.