પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હોય છે. પરંતુ કળિયુગમાં આ પવિત્ર સંબંધને શર્મસાર બનાવતા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. અત્યારે આવો એક બનાવ અસમના ડિબ્રુગઢ શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વેપારીની હત્યા તેની પત્ની અને 9 મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીએ સાથે મળીને કરાવી દીધી છે.
માતા-દિકરીએ પતિની હત્યા કરાવી
મુખ્ય આરોપી બનેલી માતા-દીકરીએ પ્રારંભમાં પતિના મૃત્યુનું કારણ હ્રદયરોગ (હાર્ટ એટેક) જણાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેપારીના કાન કપાયેલા મળતા જ સમગ્ર ઘટના પાછળનું ભયાનક રહસ્ય બહાર આવ્યું છે. ત્યારબાદ પરિવારમાં તેમજ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ.
વેપારીની હત્યા પાછળ ઘરના જ ઘાતકી બન્યા
આ ઘટનામાં હત્યા કરાયેલા વેપારીનું નામ ઉત્તમ ગોગોઈ ઉર્ફે સાંકાઈ છે. 25 જુલાઈના રોજ તેમની લાશ ડિબ્રુગઢના જમીરા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને મળી હતી. પરિવારના સભ્યોનું કહેવું હતું કે પત્ની બોબી ગોગોઈ અને દીકરીએ પહેલે જણાવ્યું હતું કે તેમને બ્લડ પ્રેશર વધવાથી સ્ટ્રોક આવ્યો હતો.
કાન પર ચીરા જેવા નિશાન જોયા
પરંતુ જ્યારે ભાઈએ મૃતદેહ જોયો ત્યારે તેણે કાન પર ચીરા જેવા નિશાન જોયા, જેના પરથી હત્યાનો શંકાસ્પદ માહોલ ઊભો થયો હતો અને તેમણે પોલીસને જાણ કરતા તપાસ શરૂ થઈ અને સમગ્ર ભેદ બહાર આવ્યો હતો.
માતા પુત્રી સહિત ચાર ઝડપાયા
ડિબ્રુગઢ પોલીસે કહ્યું કે અમે ચારે આરોપીઓને ધરપકડ કરી છે ઝડપાયેલાં આરોપીઓમાં પત્ની બોબી ગોગોઈ, તેની 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી અને બે યુવાનો પણ સામેલ છે." તેમણે કહ્યું કે દીકરીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને યુવકો સાથે માતા અને દીકરીના ગાઢ સંબંધો હતાં. એક યુવક તો આ દીકરીનો નજીકનો મિત્ર હતો.
હત્યા પછી કાવતરું અને લૂંટનું નાટક
પત્ની અને દીકરીએ મળીને આ હત્યાને લૂંટ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની લૂંટ પણ કરી હતી, જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
સ્થાનિક લોકોનો વિરોધ, આરોપીઓ માટે કડક સજાની માંગ
સ્થાનિક લોકો પણ આ ઘટનાથી આઘાતમાં છે. ન્યાયની માંગ સાથે તેમણે બોરબરુઆ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતોને કડક સજા આપવાની માગણી કરી.
આ રીતે શંકા ગઇ
વાસ્તવમાં ગત 25 જુલાઇએ ઉત્તમ ગોગોઇની લાશ તેમના મકાનમાંથી મળ્યું હતું. ઉત્તમના ભાઇએ આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની અને પુત્રીએ પહેલાં તો એમ જ કહ્યું હતું કે ઉત્તમને પ્રેશર સ્ટોક આવ્યો હતો. હું તુરત જ તેમના ઘેર પહોંચ્યો હતો અને ત્યાં મે જોયું તો ઉત્તમનો કાન કપાયેલો હતો અને છાલી ખુલ્લી હતી
કાન કપાયેલો જોતાં જ ઉત્તમના ભાઇને શંકા ગઇ
કાન કપાયેલો જોતાં જ ઉત્તમના ભાઇને શંકા ગઇ હતી અને તેણે પોલીસને ફોન કર્યો હતો. તેના ભાઇએ કહ્યું કે કપાયેલો કાન જોતાં લાગ્યું હતું કે આ લૂંટની ઘટના હોઇ શકે છે પણ પછી લાગ્યું કે જો પ્રેશર સ્ટોક આવ્યો હોય તો કાન કેવી રીતે કપાયેલો હતો આજે અમને જાણ થઇ છે કે ઉત્તમની પત્ની, દિકરી અને 2 શખ્સોની ધરપકડ કરાઇ છે. બીજી તરફ પોલીસે કહ્યું કે અમે 4 લોકોને ઝડપી પાડ્યા છે અને તેમાં ઉત્તમની દિકરીએ અપરાધ કબુલી લીધો છે. હવે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે










