અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલના ફોટા અને વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન લુહારની શેરીમાં કેટલાક શખ્સો બેફામ બનીને દારૂની મહેફિલ માણતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.


તહેવારોમાં કાયદો લજવાયો

વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે, ઉત્તરાયણની મજા માણવાના નામે યુવાનો અને નબીરાઓ કાયદાનો ડર રાખ્યા વગર નશામાં ચૂર થઈ રહ્યા છે. તહેવારના દિવસે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ દારૂની આ પ્રકારે રેલમછેલ જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ છે. પોલીસ હવે આ વાયરલ વીડિયોના આધારે લુહારની શેરીના શખ્સોની ઓળખ કરી રહી છે. એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે રીતે દારૂની મહેફિલના પુરાવા સામે આવી રહ્યા છે, તે જોતા બુટલેગરો અને નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gandhinagar News : કમલમ માં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

  • Follow us on: