અમદાવાદના વાડજમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં વાડજ બ્રિજ નીચે બે બાળકો હતા તેમાં બન્ને બાળકોને અડફેટે લીધા હતા જેમાં એકનું મોત થયું છે અને એકને સારવાર માટે ખસેડાયો છે, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને ટેન્કરના ચાલકને ઝડપી પાડયો હતો.
વાડજ બ્રિજ નીચે ટેન્કરે લીધો બાળકનો ભોગ
અમદાવાદના વાડજમાં ટેન્કરના ચાલકે ગંભીર અકસ્માત સર્જયો છે જેમાં એક બાળકનું મોત થયું છે અને એક બાળકને સારવાર માટે ખસેડાયો છે, ઈજાગ્રસ્ત બાળકની હાલત પણ નાજુક હોવાની વાત સામે આવી છે, ટ્રાફિક પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે અને અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કરના ચાલકની અને આસપાસના સ્થાનિકોની પૂછપરછ કરી છે, ટેન્કરના ચાલકે ધ્યાન રાખ્યું નહી અને બે બાળકો ટેન્કરના ટાયર નીચે આવી ગયા હતા.













