અમદાવાદમાં ગાડી રેલીંગમાં ઘૂસી જતા 1નું મોત થયું છે, અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પર અકસ્માત થયો હતો, બિલ આપી પરત ફરતા મિત્રોને નડ્યો અકસ્માત અને કારચાલકે કાબુ ગુમાવતા રેલિંગ તૂટતા અકસ્માત થયો છે, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અસલાલી પોલીસે ગુનો નોંધ્યો છે.


અમદાવાદના અસલાલીમાં અકસ્માતમાં એકનું મોત

અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પાસે એક સ્વિફ્ટ ગાડીના ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી બાજુની રેલીંગ તોડી ઘૂસી ગઈ ગઈ હતી જેમાં એક વ્યકિતનું મોત થયું છે, રાત્રિના સમયે આ અકસ્માત થયો હતો, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક

અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારી હોવાની વાત સામે આવી છે અને કારને નુકાસન પહોંચ્યું છે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નથી, તો ડમ્પરે ટક્કર મારતા કાર ડિવાઇડર પર ચઢી હતી અને આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, શહેરમાં ડમ્પરનો આતંક યથાવત રહ્યો છે અને વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને ઘણા લોકોના જીવ પણ ગયા છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની 14 વર્ષની માહી ભટ્ટની 'AMC સ્કૂલથી નાસા' સુધીની અદભૂત ઉડાન", વાંચો Inside Story



  • Follow us on: