અમદાવાદમાં 7 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે, સરદાનગરના નોબલનગરમાંથી હાઇબ્રીડ ગાંજો ઝડપાયો છે, 7.97 કરોડની કિંમતનો 22 કિલો હાઇબ્રીડ ગાંજો મળ્યો છે, બેંગકોકથી આવવામાં આવ્યો હતો હાઇબ્રીડ ગાંજો અને ચેતન પ્રજાપતિ, જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરાઈ છે.
ગુનામાં સામેલ અન્ય 6 આરોપીઓ ફરાર
SOGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ કેસમાં કુલ 6 આરોપીઓ ફરાર છે, બેંગકોકથી આ ગાંજો લાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, નહેરૂબ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા ઉપર નય્યાર રઝા નામનો શખસ એમડી ડ્રગ્સ લઈને યુગલો તેમજ નશેડીઓને વેચાણ માટે ફરી રહ્યો છે.બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને નય્યારની અટકાયત કરી લીધી હતી.
