ડિજિટલ ગુનેગારો સૌથી મોટો ખતરો છે જેમાં આર્થિક ગુના 511 થી વધીને 753 થયા, શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ કોન્ફરન્સમાં માહિતી આપી, જી.એસ. મલિકે 3 વર્ષના ક્રાઈમ રેકોર્ડની માહિતી આપી છે અને હત્યા, દુષ્કર્મ, હત્યાના પ્રયાસ અને છેડતીના ગુનામાં ઘટાડો થયો છે, સાથે સાથે સાયબર ક્રાઈમ અને આર્થિક ઠગાઈમાં વધારો થયો છે.


અમદાવાદમાં હત્યાના કેસમાં 110 થી 90 સુધી ઘટયા

વર્ષ 2025માં અમદાવાદમાં હત્યાના કેસો 107 નોંધાયા છે, હત્યાના પ્રયાસના ગુનાઓ 110થી સીધા 67 સુધી ઘટયા, દુષ્કર્મના કેસ 373 માંથી ઘટીને 292 સુધી નીચે આવ્યા છે, મહિલાઓ સંબંધિત ગુનાઓ 626માંથી 451 સુધી ઘટયા છે, પોલીસ માટે સાયબર ક્રાઇમ સૌથી મોટો પડકાર છે અને બે વર્ષંમાં સાયબર ક્રાઈમના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે, 2023માં 246ની સરખામણીએ વર્ષ 2025માં 487 સુધી પહોંચ્યો છે. આર્થિક ગુનાઓમાં 511થી વધીને 753 ફરિયાદો નોંધાઈ છે.

સ્કૂલોને બોમ્બના ઈ- મેલ પર જી.એસ. મલિકનું નિવેદન

મહિલાઓ સંબંધિત કુલ ગુનાઓ પણ ૬૨૬માંથી ૪૫૧ સુધી ઘટયા છે. જો કે, સૌથી મોટો પડકાર પોલીસ માટે સાયબર ક્રાઇમ બન્યુ છે. વર્ષ ૨૦૨૩માં ૨૪૬ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં સાયબર ક્રાઇમમાં ૪૮૭સુધી પહોંચ્યો છે. બીજી તરફ, આર્થિક ગુનાઓમાં ૫૧૧થી વધીને ૭૫૩ ફરિયાદો સુધી આંકડો પહોંચ્યો છે. સ્કૂલનો અવાર નવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ આવી રહ્યા છે અને હાલમાં બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચાલુ પરીક્ષાએ સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ આવશે તો પોલીસ પરિક્ષાર્થીઓને ડિસ્ટર્બ થયા વિના કામગીરી કરશે જેથી વિદ્યાર્થીઓ ટેન્શન વગર શાંતિથી પરીક્ષા આપે.


 
  • Follow us on: