ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદના તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના તથા મદદનીશ પોલીસ અધિક્ષક અંકીતા મીશ્રા અસલાલી વિભાગ, અસલાલીનાઓએ સુચના આપેલ કે, ગુજરાતમાં ગે.કા. પ્રવેશતા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવાની ઝુંબેશ ચાલુ હોય જે અનુસંધાને બાંગ્લાદેશી નાગરીકો વગર પાસપોર્ટ અને વિઝાએ ભારત દેશમાં પ્રવેશ કરે છે અને બહોળા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં તથા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના જુદાજુદા વિસ્તારોમાં રહે છે.
અસલાલી વિસ્તારમાંથી ઝડપાયા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ
જેથી આ બાબતે તપાસમાં રહી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગે.કા. રીતે રહેતાં કોઈ બાંગ્લાદેશી નાગરિકો મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી, જે સુચના અન્વયે એ.પી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર અસલાલી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનનના સ્ટાફને આવા સંદિગ્ધોની તપાસમાં રહેવા સુચના કરેલ જે આધારે પોલીસ સબ ઇન્સપેકટર તથા પો.હે.કોન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પોલીસે પાસપોર્ટ માંગ્યો પણ તે મળી આવ્યો નહી
તે દરમ્યાન બારેજા બીટ વિસ્તારના નાજ ગામ ખાતે વાડી વિસ્તારમાં તપાસ કરતા સંદિગ્ધ (૧) કાલોન સોલેમાન મોલ્લા ઉ.વ.૩૮ ધંધો.મજૂરી રહે- જલ્પેસભાઇ દેસાઇના બોર ઉપર નાજ ગામની સીમ નાજ તા.દસ્કોઇ જી.અમદાવાદ મુળ રહે-કુસલા, જી.ખુલના, બાંગ્લાદેશ (૨) મોહમ્મદ અરાફત સ/ઓ મોહમ્મદ અક્રમ મોલ્લા જાતે મોલ્લા ઉ.વ.૧૯ ધંધો.મજૂરી રહે- જલ્પેસભાઇ દેસાઇના બોર ઉપર નાજગામની સીમ નાજ તા.દસ્કોઇ જી.અમદાવાદ મુળ રહે-બારોસાદ, પોસ્ટ ઓફીસ-કુસલા ઉપા જીલ્લા-તેરોખડા જી.ખુલના, બાંગ્લાદેશ (૩) રીબાખાતુન વા/ઓ મોહમ્મદ અક્રમ મોલ્લા જાતે મોલ્લા ઉ.વ.૪૧ ધંધો. મજૂરી રહે- જલ્પેસભાઇ દેસાઇના બોર ઉપર નાજગામની સીમ નાજ તા.દસ્કોઇ જી.અમદાવાદ મુળ રહે-બારોસાદ, પોસ્ટ ઓફીસ-કુસલા ઉપા જીલ્લા-તેરોખડા જી.ખુલના, બાંગ્લાદેશ ના હોવાના જણાવેલ અને તેમની સાથે ત્રણ બાળકો પણ હોય જેઓને પકડી પુછપરછ કરતા પોતાના ગામ કુશલાથી નીકળી સતખીરા બોર્ડર ખાતેથી ગેરકાયદેસર ઘુસણખોરી કરી ચાલીને ભારતની સરહદમાં બાસીરહાટ ખાતે ચોરી છુપીથી આવેલ હતા.
કલકત્તાથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા
અને ત્યાંથી પ્રાઇવેટ વાહન (ટેક્ષી) મારફતે કલકતા રેલ્વે સ્ટેશન ખાતે આવેલ હતા અને કલકતા રેલ્વે સ્ટેશનથી ટ્રેન દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશન અમદાવાદ ખાતે આવેલ હતા અને કાળુપુર રેલ્વે સ્ટેશનથી ચંડોળા તળાવ ખાતે આવી ત્યાં છેલ્લા દસ વર્ષથી રહેતા હતાં ત્યારબાદ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્રારા ચંડોળા તળાવની આજુબાજુ તથા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલ દબાણ હટાવવાની તેમજ ત્યાં રહેલ તમામ મકાનો તેમજ ગેરકાયદેસર ઝૂંપડાઓ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ જેથી ત્યાંથી ચોરીછુપીથી નીકળી ફરતા-ફરતા આશરે અઢી મહિના પહેલા નાજ ગામની સીમમાં રહેવા આવેલનું જણાવેલ તેમજ તમામ પાસે ભારતીય નાગરીક તરીકેનો કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતાં ઇસમોને પકડી અસલાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ પણ વાંચો : Valsad News : વલસાડના ધરમપુરમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા