બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૬૨૬૦૦૪૮/૨૦૨૬ BNS 2023 ની કલમ ૩૦૬ મુજબના ગુનાના કામે ગઈ તા-૨૬/૦૨/૨૦૨૬ ના કલાક-૦૯/૦૦ વાગ્યાના સુમારે ફરીયાદીની સિંધુભવન રોડ ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડમા બી/૫૦૩ મા આવેલ એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેન્કની હેડ ઓફીસમાંથી કુરીયર કરવા માટે આપેલ એચ.પી તથા લીનોવો કંપનીના લેપટોપ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/-ની તેના સિક્યુરીટી ગાર્ડ દ્વારા ચોરી કરી ભાગી ગયો હતો.
આરોપીએ 2 લેપટોપની ચોરી કરી હતી
સર્વેલન્સ સ્ક્વોર્ડના પો.સ.ઈ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ બાતમી આધારે તા-૦૩/૦૩/૨૦૨૬ ના રોજ ઔરાબેલા ફ્લેટ પાસે આવેલ મલાવ તળાવના છાપરા પાસેના રોડ ઉપરથી દિલીપ સ/ઓફ ભગવાનદાસ કામતાપ્રસાદ ગુપ્તા ઉ.વ.૩૧ હાલ રહે.લક્ષ્મી કોલોની શ્યામ વિહાર વાટીકા પાસે બલ્લા કા ડેરા ડબરા સિટી જી.ગ્વાલીયર મધ્યપ્રદેશ મુળ વતન ૧૪૩ ભાભાનગર સનિગવા રોડ કાનપુર સિટી ઉત્તરપ્રદેશ નાને ચોરીના લેપટોપ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડયો હતો.
