અમદાવાદના કૃષ્ણનગરમાં તિક્ષ્ણ હથિયારો સાથે દારૂડિયાએ મચાવ્યો આતંક અને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની આપી ધમકી, સરદારનગરના સૈજપુર ટાવર વિસ્તારમાં આ ઘટના બની છે, ઘટના બનતાની સાથે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને દારૂ પિધા બાદ નિર્વસ્ત્ર થઇને કર્યો હોબાળો.

ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

અમદાવાદમાં ઉતરાયણના પર્વ નિમિત્તે દારૂડિયા બેફામ થયા હતા અને દારૂ પીધા બાદ વાહનોમાં તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે, ચાકૂ લાકડી સહિત તિક્ષ્ણ હથિયારો સાથે મચાવ્યો આતંક અને ઘરમાં ઘૂસી તોડફોડ મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે, સરદારનગરના સૈજપુર ટાવર નજીક ચુનારા વાસમાં આ ઘટના બની છે, 5 વ્યક્તિ દ્વારા સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો અને દારૂ પીધા બાદ નિર્વસ્ત્ર થઈને કર્યા હોબાળો, કૃષ્ણનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર અસામાજિક તત્વો આવી રીતે હેરાન કરે છે

આસપાસના સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ અસમાજિક તત્વો વારંવાર લોકોને હેરાન કરે છે, ત્યારે જે સ્થળ પર તોડફોડ કરી છે તે જગ્યાએ આરોપીઓનું રિ-કન્ટ્રકશન કરવામાં આવે તેવી માગ સ્થાનિકોની છે, પોલીસ આ મામલે હજી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેવું રટણ પોલીસ કરી રહી છે.


આ પણ વાંચો : Surendranagar News : રિજનલ વાઇબ્રન્ટ એક્ઝિબિશનમાં ITIના યુવાનોનો દબદબો, અકસ્માત નિવારતી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’બની આકર્ષણનું કેન્દ્ર