અમદાવાદના વટવામાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, વટવામાં મેંગો અને પેપ્સી શરબતની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ છે અને રજિસ્ટ્રેશન વગર બનાવતા હતા ડુપ્લીકેટ પાઉપ અને પોલીસે કોપીરાઈટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે, રૂ. 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

વટવા પોલીસે મુમતાઝ અહેમદ અંસારી સામે નોંધી પોલીસ ફરિયાદ

વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો, પેપ્સી શરબતની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ છે અને લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજિસ્ટ્રેશન વિના બનાવાતા હતા ડુપ્લીકેટ શરબતના પાઉચ, વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા.

પોલીસે કોપીરાઈટ હેઠળ ગુનો નોંધ્યો

પોલીસે કોપીરાઈટ હેઠળ ગુનો નોંધ્યો છે અને છેલ્લા કેટલા સમયથી આ ફેકટરી ધમધમતી હતી અને કઈ કઈ જગ્યાએ માલનું વેચાણ કરવામાં આવ્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે, ઉનાળાના પ્રારંભે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલા પોલીસે રેડ કરી હતી, ઉનાળાના સમયમાં લોકો પેપ્સી અને શરબતનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે.


આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રીએ 'કવાંટ ગેર મેળા'ની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું, આદિવાસી સાંસ્કૃતિકનો ઉત્સવ છે ‘કવાંટ ગેર મેળા’