નકલી કોર્ટ, જજ બતાવી બનાવટી લેટર પણ મોકલ્યા અને રૂપિયા પડાવી લીધા હતા, વૃદ્ધાએ દાગીના ગીરવે મૂકીને રૂપિયા ચૂકવ્યા અને અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે
૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ
૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ
૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો
૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ)
૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ
૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ
૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ
સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-
૧. અજાણી લિંક પર ક્લિક ન કરો.
૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં.
૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો.
૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો.
૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો
આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ.
આ પણ વાંચો : Gandhinagar News : સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹1527 કરોડના એમઓયુ (MoU) થયાં