અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધનુષધારી સોસાયટી બંગલા નં.૦૨ માં તા.૦૯/૦૩/૨૦૨૬ ના રાત્રી કલાક ૦૩/૦૦ વાગ્યાના સુમારે એક અજાણ્યો ઇસમ ઉ.વ.૨૮ ના આશરે ફરીયાદી નરેન્દ્ર કેશવલાલ શાહ ઉ.વ.૯૧ નાઓના ઘરના મુખ્ય દરવાજાનો કાચ તોડી નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદી સાથે મારા મારી કરી બેડરૂમમાં આવેલ લોખંડની તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા ૭૫,૦૦૦/- ની લુટ કરી નાશી ગયા અંગેનો બનાવ બનેલ જે બાબતે વાસણા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.નં.૧૧૧૯૧૦૬૬૨૬૦૦૪૫/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૯(૬) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વાસણા વિસ્તારમાં બન્યો હતો લૂંટનો બનાવ
ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ ૯૧ વર્ષના સીનીયર સીટીજન સાથે થયેલ લૂંટનો ભેદ સત્વરે ઉકેલવા સારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૭ના પોલીસ ઇન્સ્પેક્ટરના સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની તેમજ તેની આજુ-બાજુમાં આવેલ તેમજ રૂટના સી.સી.ટી.વી.કેમેરાની તપાસ કરી ઉપરાંત ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, વિગેરે તમામ માધ્યમોથી તપાસ કરવામાં આવેલ.આમ ઉપરોક્ત તમામ પ્રકારની ઝીણવટભરી તથા ઉંડાણપુર્વક તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ જણાયેલ જે આધારે વધુ તપાસ કરતા આરોપી આઈડેટીફાઈ થયેલ.
વાસણાના ગુપ્તાનગરમાંથી આરોપી ઝડપાયો
આ દરમ્યાન ઝોન-૭ એલ.સી.બી.ના અ.હેડ.કોન્સ. હિતેન્દ્રસિંહ ફતેસિંહ તથા અ.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કોન્સ. ખેમરાજદાન ભીમસંગ તથા પો.કોન્સ. હાર્દીકભાઈ ગોરધનભાઇ બનાવેલ સંયુકત ટીમને મળેલ સચોટ બાતમી હકીકત આધારે વાસણા ગુપ્તાનગર વિસ્તારમાંથી લૂંટ તથા ઘરફોડ ચોરીના રીઢા આરોપીને લૂંટના રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- સાથે પકડી પાડી વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારના ૯૧ વર્ષના વયોવૃધ્ધની લૂંટના તથા પાલડી પોલીસ સ્ટેશન જૈન દેરાસર ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાઓ ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
અનિલ ઉર્ફે ભગવતી ઉર્ફે રમણ સ/ઓ કાનજીભાઇ ઉર્ફે કનૈયાલાલ મીણા (ખરાડી) ઉ.વ.૨૭રહે.પાલ લીંબોદા, ગોયરા ફળા, તા.સરાડા, જિલ્લા સલુમ્બર, રાજ્ય રાજસ્થાન
કબજે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂપિયા ૩૦,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૧ ની કિં.રૂ.૫,૦૦૦/-
તમામ મુદામાલની કુલ્લે કિ,રૂ.૩૫,૦૦૦/- ની મતાનો મુદ્દામાલ
શોધાયેલ ગુનાની વિગત
(૧) વાસણા પોલીસ સ્ટેશન ગુ.નં.૧૧૧૯૧૦૬૬૨૬૦૦૪૫/૨૦૨૬
ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૯(૬) મુજબ.
(૨) પાલડી પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૧૬૨૫૦૧૬૮/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(ડી), ૩૩૧ મુજબ
આ પણ વાંચો : Kutch News : ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે, શિવાલીક અને નંદાદેવી જહાજ મુન્દ્રા પોર્ટ પર આવતીકાલે પહોંચશે