સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 43 પુરુષ અને 38 મહિલાની કરી ધરપકડ, પોલીસે તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે અને લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

81 લોકોની ધરપકડ કરવામાં આવીઃ SP

સમગ્ર મામલે ગ્રામ્ય એસપી અમદાવાદનું કહેવું છે કે, 2.30 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે અને 22 વાહનો, 74 મોબાઈલ જપ્ત કરાયા છે, રવિ ગોરખપુરિયા ફાર્માસ્યુટિકલનું કામ કરે થે અને રવિ ગોરખપુરિયાના ફાર્મ હાઉસમાં પાર્ટી હતી, દારુ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ છે અને હુક્કા મોકલનારની ધરપકડ કરાઈ છે, તમામ ઝડપાયેલા લોકોના મેડિકલ રિપોર્ટ કરવામા આવ્યા છે અને ડ્રગ્સ અંગે હજુ તપાસ ચાલુ છે, પાર્ટીનું કોઈ આમંત્રણ કાર્ડ અપાયું નથી.

આદર્શ અગ્રવાલની પાર્ટીના આયોજનમાં મુખ્ય ભૂમિકાઃ પોલીસ

રવિ ગોરખપુરિયા ફરાર છે અને કુલ 81 લોકો પાર્ટીમાં આવ્યા હતા, જેમાં અમિત પચેરીવાલ મુંબઈનો રહેવાસી છે અને મુંબઈથી લગ્નની એનિવર્સરી ઉજવવા સાણંદ આવ્યા હતા, અમિત પચેરીવાલ ટેક્સટાઇલનું કામ કરે છે અને પાર્ટીમાં દારુ આદર્શ લાવ્યો હોવાની વાત સામે આવી છે, આદર્શ સ્વિત્ઝર્લેન્ડ-દુબઇ ગયો ત્યારે દારુ લાવ્યો હતો. 5 બ્રેથ એનેલાઈઝર 7 બોડી ઓન કેમેરા 4 મહિલા પોલીસે પીઆઈ. પીએસઆઇ અને 15 પોલીસ કર્મી સાથે રેડ કરી, 1 વાગ્યા થી 3 વાગ્યા સુધી રેડ ચાલી હતી.

[[$alsoread]]

03 વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી

મહિલા તથા પુરૂષ મિત્રોને આમંત્રીત કરી પરપ્રાંતિય વિદેશીદારૂનો જથ્થો લાવી ગે.કા. અને વગર પાસ પરમિટે દારૂની મેજબાની કરી મહેફિલ માણી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કાચની શીલબંધ બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂ.૪૩,૫૫૦/- તથા અર્ધ દારૂ ભરેલ કાચની ખુલ્લી બોટલ નંગ-૦૭ કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/- તથા દારૂ પીવા માટેના કાચના ગ્લાસ નંગ-૭૦ કિ.રૂ.૭૦૦/- તથા રબ્બરની પાઇપવાળા હુક્કા નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પેકેટ નંગ-૦૮ કિ.રૂ.૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૩૩ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૭૪ કિં.રૂ.૨૬,૩૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨,૬૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૧,૮૪,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૬૬(૧)(બી), ૭૫(એ), ૮૫(૧)(૩), ૮૧, ૮૪, ૮૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

દારૂ પાર્ટીમાં ઝડપાયેલ આરોપીઓ

1. આદર્શ જગદીશભાઈ અગ્રવાલ

2. અમિત ગોપીલાલ પચેરીવાલ

3. સંકેત અનિલ કુમાર તોડી

4. સચિન સજ્જન કેજરીવાલ

5. નીપુણ રાકેશ ખંડેરવાલ

6. અશ્વિન દિનેશભાઈ કલંતરી

7. વિવેક જગદીશ કેડીયા

8. સિદ્ધાર્થ રમેશ પટેલ

9. ધ્વનિત કૌશિક શાહ

10. સિદ્ધાર્થ સુનિલકુમાર ચૌધરી

11. નવીન હરિપ્રસાદ ગુપ્તા

12. આશિષ અશોક બોથરા

13. મિલાપસિંહ દશરથસિંહ જાડેજા

14. અરવિંદ યોગેશ ગોયલ

15. રાહુલ કમલ જાલાણ

16. સુમિત શિવકુમાર કારીવાલા

17. દીપેશ દેવરાજભાઈ અગ્રવાલ

18. યોગેશ નવરત્ન તોડી

19. રાજીવ માંગીલાલ બીનાકિયા

20. રવિ અશોકકુમાર અગ્રવાલ

21. અંકુર હરિભાઈ ખૈતાન

22. રાજીવ સજ્જન અગ્રવાલ

23. અભિષેક કિશનલાલ અગ્રવાલ

24. પરાગ રઘુનાથ અડુકિયા

25. પુનિત સુરેશ અગ્રવાલ

26. સમીર સુધીરભાઈ નાણાવટી

27. બીપીન નિર્દેશભાઈ જાની

28. પ્રિતેશ આદર્શભાઈ અગ્રવાલ

29. ક્રિશાનું રોહિતભાઈ સુરેકા

30. અંકુર રાકેશભાઈ શર્મા

31. પ્રથમ અમિત કચેરીવાલ

32. સંવિત અનિલભાઈ તોડી

33. અભિષેક મોહીંદર કપૂર

34. આનંદ સુરેશચંદ્ર અગ્રવાલ

35. તરંગ જીતેન્દ્રભાઈ શાહ

36. શુભમ મનીષ કેડીયા

37. રોહિત સુરેકા

38. મનીષ કેશવભાઈ કેડીયા

39. ભવ્ય નરેશભાઈ જનસારી

40. વિશ્વજીત દાસ ખીતીશચંદ્ર દાસ

41. નિરંજન પ્રદીપ પાસવાન

42. દેવેન્દ્રસિંહ કુશાલ સિંહ રાવત

43. વિજય સિંહ પ્રતાપસિંહ રાણા


આ પણ વાંચો : Ahmedabad News : આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી



  • Follow us on: