નકલી પીએસઆઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે આપી માહિતી અને યુવક પત્નીને અશ્લીલ મેસેજ કરતો હોવાનું પણ સામે આવ્યું છે, પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે વાત કરતો હતો અને પોલીસને શંકા ગઈ કે, આ કોઈ નકલી પીએસઆઈ છે અને તેની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, પીએસઆઈ તો નકલી છે.


પોલીસને શંકા જતા મહેસાણા જિલ્લા પોલીસમાં કરી તપાસ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈને લઈ તપાસ કરી મહેસાણામાં તો સામે આવ્યું કે, આવો કોઈ પીએસઆઈજ નથી ત્યારે નકલી PSI સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પોલીસની તપાસમાં પણ એ પણ સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયા છે. આ નકલી પોલીસે કયાં કયાં તોડ કર્યા છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.

29 નવેમ્બર 2025ના રોજ સુરતમાં પણ ઝડપાયો હતો નકલી પીએસઆઈ

વાડી પોલીસ સ્ટેશન પીએસઆઇ નલવાયા બોલુંછું તેમ કહી લારીવાળા પાસે પાર્સલ પેક કરાવ્યું અને લારીવાળાએ 140 રૂપિયાનું બિલ લેવા વારંવાર કર્યા હતા ફોન અને ફોન નકલી પીએસઆઇની પત્નીએ ઉપાડી પૈસા માગતા શરમ નથી આવતી તેવો આપ્યો જવાબ લારીવાળાને આપ્યો હતો તો રેપીડો બાઈક ચાલક ને પણ 40 રૂપિયાનું ભાડું નહીં ચૂકવી લગાવ્યો હતો ચૂનો, બંને ફરિયાદીએ અંતે બાપોદ પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઇ દંપતિ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ.


આ પણ વાંચો : Mahisagar News : 7થી વધુ કુહાડીના ઘા ઝીંકી મહીસાગરના સાત તળાવ ગામે ખેડૂતની હત્યા કરાઈ


  • Follow us on: