ગત રાત્રી વર્ષ 2025ની અંતિમ રાત્રી હતી. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ખુબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આવામાં ઘણા લોકો નશો કરીને નવા વર્ષને આવકારતા હોય છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ઘણા લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે.
123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા
અમદાવાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની રાત્રીએ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં 123 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી નશાખોરી કરીને કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા 123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા છે. ઘણા લોકો દારૂ પીને 31ની ઉજવણી કરવા જાહેરમાં રોડ રસ્તા પર નીકળી પડે છે. આવા લોકો લોકો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે.













