પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
ચૌધરી સાહેબ પણ વહિવટમાં ચૌધરીને ખેંચી લાવ્યા
કાલુપુર બ્રિજ અને સરસપુર બ્રિજ વચ્ચે આવેલું એક ભારે પોલીસ સ્ટેશન કે, જયાં ભૂતપૂર્વમાં મોટો વિદેશી દારૂ ઝડપાતા અમદાવાદ શહેરના પોલીસ વડાએ પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારથી આ પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલતું હતુ, મહત્વની વાત તો એ છે કે, આ પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે, ત્યારે કે કંપનીમાં ફરજ બજાવી રહેલા ચૌધરી ભાઈ પણ હવે પીઆઈની સંગાથે જ છે અને પોલીસ બેડામાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે, ચૌધરી સાહેબનો સંગ તો મુકા ભાઈ કયારે મુકી શકે તેમ નથી, કે કંપનીમાં ચૌધરી ભાઈ નોકરીમાં ગુલ્લી મારતા નહી, નહીતર હવે તો જિલ્લા બહાર જઉં પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.
ઘાટલોડિયા પોલીસ માતા બહેનને ઉઠાવવાની ધમકી આપનારા લુખ્ખાઓનું સરઘસ કાઢશે ?
અમદાવાદ શહેરમાં થોડાક મહિનાઓ અગાઉ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં દેશી દારૂની મહેફિલ લોકો માણી રહ્યાં હતા અને ભૂતપૂર્વ પીઆઈ આ મામલે સસ્પેન્ડ થયા હતા, ત્યારે આ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈની નિમણૂંક કરવામાં આવી હતી, મુખ્યમંત્રીનો વિસ્તાર ગણાતા ઘાટલોડિયામાં મંદિર પરિસરમાં લુખ્ખાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. રોજ રાતે દારૂ અને ગોગો પેપરથી ડ્રગ્સનું સેવન કરીને ત્રાસ કરી મુક્યો છે. સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો તો આ લુખ્ખાઓ માતા બહેનો દિકરીઓને ઉઠાવી જવાની ધમકી આપે છે. પોલીસને સ્થાનિક જાણ કરાઈ તો ટહેલતા ટહેલતા એ રીતે પહોંચ્યા કે લુખ્ખાઓ જતા રહ્યા હતા. સંદેશ ડિજીટલ દ્વારા આવા તત્વોને ખુલ્લા પાડવા વીડિયો સાથે સ્ટોરી ચલાવવામાં આવી ત્ચારબાદ પણ હજુ સુધી પોલીસને ના લુખ્ખાઓ મળ્યા કે ના પુરાવા. મંદિર પરિસરમાં જ મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલોનું જાણે ગોડાઉન મળી આવ્યું હતું. સ્થાનિક પોલીસ મથક આ મુદ્દે હવે આવા લુખ્ખાઓનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનો પાઠ ભણાવે તો સ્થાનિકોમાં હિંમત આવે અને આવા તત્વો સામે બાથ ભીડી શકે. રીઢા અસામાજિક તત્વો કે જેને પોલીસની પણ બીક નથી રહી ત્યારે "ઘાટ" ઘડીને આવા અસામાજિક તત્વોને ઠેકાણે પાડો અને જાહેરમાં ગાંજા અને દારૂનું સેવન થાય છે તેને અટકાવો, નહીંતર બદલી આવી શકે છે કંટ્રોલ રૂમમાં.
નેશનલ હાઈવેની નજીક અને એસપી રિંગ રોડ પાસે આવેલા પૂર્વના બે કમાઉ પોલીસ સ્ટેશનમાં ચાલતો કાળો કકળાટ
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ઘણા પોલીસ સ્ટેશન કમાઉં પોલીસ સ્ટેશન છે અને આ પોલીસ સ્ટેશનોમાં વહીવટ લેવા માટે પડાપડી હોય છે અને પીઆઈને પણ ફોનની રણકાર વાગતી જ રહેતી હોય છે કે મારા ભાઈબંધ છે એમને વહીવટ આપો, ત્યારે અમદાવાદ શહેરમાં મોટા પોલીસ સ્ટેશનનો વહીવટ કરી ચૂકેલા ભૂતપૂર્વ વહીવટદારને ફરી વહીવટ કરવા માટે આવવું છે તેવી વાત સામે આવી છે, તો આ ભૂતપૂર્વ વહીવટદારે એક પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ હાઈજેક કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિક આગેવાનો સાથે જનતા રેડ કરીશું તેવી વાત પણ બજારમાં વહેતી થઈ છે, તો એક પીઆઈએ કોર્પોરેટ વહીવટ શરૂ કરી દીધો છે, જેવી જેની ફાવટ તેવું કામ તેને સોંપી દેવામાં આવ્યું છે.
વોરન્ટ પહેલા 2000 માંગ્યા, પરંતુ સામે પક્ષે વધારે રૂપિયા લાગતા પુરોહિત સાહેબે છેલ્લે 500 તો લીધા જ !
અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ડયુટી પ્રમાણે કર્મચારીઓ કામ કરતા હોય છે, ત્યારે શહેરમાં એસજી હાઈવેને અડીને આવેલા અને જાણીતી હોટલની નજીક આવેલા એક ગીચ પોલીસ સ્ટેશનમાં પુરોહિત સાહેબ ફરજ બજાવી રહ્યાં છે, પ્રોહિબિશનના કેસમાં કાર પોલીસ સ્ટેશનમાં જમાં છે અને સાહેબ વોરન્ટ લઈને ફરિયાદીના ઘરે પહોંચી જાય છે, પરંતુ ફરિયાદી ઘરે ના હોવાથી તેઓ તેમને મળવા માટે એક જગ્યાએ બોલાવે છે અને ત્યાં વોરન્ટને લઈ રૂપિયા સુધી વાત આવી જાય છે, પહેલા તો 2000 માંગ્યા પણ 2000 ના મળતા તેઓ છેલ્લે ચા પાણીના 500 લઈને રવાના થાય છે, આ એક સિસ્ટમ છે જેમાં આર્થિક વ્યવહારો ફકત એક પોલીસ સ્ટેશન નહી પણ ઘણા પોલીસ સ્ટેશનમાં થતા હોય છે અને ઘણા કોન્સ્ટેબલો તો નોકરીમાં શાંતિ મળે તે માટે કોર્ટ ડયુટીની પણ માગણી કરતા હોય છે.
અમદાવાદ શહેરમાં દારૂ સાથે ઝડપાયેલ અથવા તો બુટલેગર સાથેની સાંઠગાઠ વાળી પોલીસની જિલ્લા બહાર બદલી નહી ?
અમદાવાદ શહેરમાં વહિવટદારો તો K કંપનીમાં નોકરી કરી રહ્યાં છે, સાથે સાથે અમુક વહિવટદારોની જિલ્લા બહાર બદલી કરવમાં આવી છે, પરંતુ આ બધાની વચ્ચે ઘણી પોલીસ દારૂ સાથે અથવા તો બુટલેગરનો છાવરમાં ઘણી વાર પોલીસના હાથે જ ઝડપાઈ છે, ત્યારે આવી પોલીસની જિલ્લા બહાર બદલી આવે તેવો શૂર ઉઠયો છે, છેલ્લા 10 વર્ષમાં ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં પોલીસ દારૂ સાથે ઝડપાઈ છે અને પોલીસની બુટલેગર સાથે સાંઠગાંઠ પણ છે, ત્યારે આવી પોલીસનું લિસ્ટ નીકાળીને તેમની જિલ્લા બહાર બદલી આવે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડયું છે, તો ઉચ્ચ અધિકારીઓ પણ આવી પોલીસનું લિસ્ટ બનાવી તેમને પણ સજા આપે જિલ્લા બહારની તે જરૂરી બન્યું છે.