પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

ટ્રાફિકની સેન્સ લોકોને તો નથી જ, પરંતુ અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ સિગન્લ પર કેમ લેફટ સાઈડને લઈ કોઈ ધ્યાન આપતી નથી

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો છે સાથે સાથે શહેરીજનો ટ્રાફિકના નિયમોનું જોઈએ એ રીતે પાલન કરતા નથી, અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તા કે જયાં સિગન્લ પર લોકો ઉભા રહે છે પરંતુ જે લોકોને ડાબી સાઈડ તરફ જઉં હોય તે લોકો માટે થોડું અઘરૂ એટલા માટે થઈ જાય કે લોકો સિગન્લ પર પણ ડાબી સાઈડ ઉભા રહી જાય છે અને જે લોકોને ડાબી સાઈડ વળવું છે તે લોકોને જગ્યા મળતી લોકો હોર્ન મારે છે તો પણ તેમને સાઈડ મળતી નથી, અમદાવાદ શહેર પોલીસ તમે ડ્રાઈવ ચલાવો છો એ સારી વાત છે પણ આ લેફટ સાઈડને લઈ પણ ડ્રાઈવ ચલાવો નહીતર લોકો પોતાના નિયમો ઘરના બનાવીને અન્યને સાઈડ આપતા નથી.

સેકન્ડ PIની નારાજગી દૂર થઈ ગઈ !

અમદાવાદ શહેરમાં વહીવટદાર અને પીઆઈ આ બન્ને એક સિક્કાની બે સાઈડ છે, રૂપિયા બજારમાંથી કઈ રીતે આવે અને પીઆઈને કઈ રીતે ખુશ રાખવા આ કામ વહીવટદારનું છે, પરંતુ પૂર્વ વિસ્તારમાં આવેલું એક ક્રીમ પોલીસ સ્ટેશન કે જયાં દરેક પીઆઈને એવું થાય કે, તેમનું પોસ્ટિંગ ત્યાં થાય ત્યારે આ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ કે જે સ્વભાવે નરમ છે અને સ્ટાફ સાથે પણ સારૂ વર્તન રાખે છે, ત્યારે આ પીઆઈને હવે કંઈક સારૂ મળે તેવી આશા તો જરૂર છે.

ગુજરાતના હોમગાર્ડની માગ ઉઠી, અમારૂ પગાર ભથ્થું વધારો અને મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ સુધી

ગુજરાત હોમગાર્ડના દૈનિક ભથ્થાને લઈને અરજી દાખલ કરી હતી, જેમાં હોમગાર્ડસને પણ રેગ્યુલર પગાર અને સરકારી નોકરી જેવા જ લાભો આપવાની માગ કરવામાં આવી હતી. હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના લઘુત્તમ પગાર કરતા ઓછું હોવાની વાત સામે આવી છે, અત્યારે હોમગાર્ડને દૈનિક ભથ્થું 450 રૂપિયા મળે છે. જે પોલીસ કર્મચારીના મળતા લઘુત્તમ પગાર કરતા ઓછું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડસના દૈનિક ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ-પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ કરવો જોઈએ. વર્ષ 2021માં હોમગાર્ડસનું દૈનિક ભથ્થું વધારીને 300 થી 450 રૂપિયા કરવામાં આવ્યું હતું, પોલીસ કોન્સ્ટેબલનેને હાલમાં લઘુતમ 21,000 થી લઈને 25000 રૂપિયા સુધીનો પગાર મળે છે. રાજ્ય લોકો ઉપર જુલમ કરી શકે નહીં. આ વાત બંધારણના સમાનતાના અધિકારોનો ભંગ કરનારી છે. રાજ્યની રજૂઆતોથી કોર્ટ સંતુષ્ટ નથી. જેથી એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે કે હોમગાર્ડ્સના 450 રૂપિયાના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કોન્સ્ટેબલને મળતા દૈનિક મિનિમમ વેજ જેટલું કરવામાં આવે.

જજનો ફોન આવતા PI ગભરાઈ ગયા, કહ્યું, સાહેબ મેચની ટિકિટ તો નથી મળી શકતી

અમદાવાદ શહેરમાં 8 માર્ચના રોજ ટી-20 મેચને લઈ ભારે રસાકસી હતી સાથે સાથે ટિકિટને લઈ પણ કાળાબજારી થઈ હતી તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું એક પોલીસ સ્ટેશન કે, જે પોલીસ સ્ટેશન મોટેરા સ્ટેડિયમની નજીક આવેલું છે, પીઆઈને એક જજનો ફોન આવે છે અને જજ સાહેબે કહી રહ્યાં છે કે, પીઆઈ શ્રી મારે ટિકિટ જોઈએ છે મેચની કરી આપોને, પરંતુ તે વખતે પીઆઈએ હા પણ પાડી દીધી પરંતુ છેલ્લે વહીવટદાર પણ ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે તૈયાર થયો પણ ટિકિટ મળી નહી અને પીઆઈએ વહીવટદારને જાહેરમાં કહ્યું કે, આપણે કઈ કરી ના શકયા અને વહીવટદાર પણ મોઢું વીલું કરીને સાઈડમાં ખસી ગયો હતો.

લો બોલો વહીવટદારનો કેવો પાવર, સુરત ગ્રામ્યમાં જિલ્લા બદલી થઈ છે અને ભાઈ મેચના બંદોબસ્તનું આઈકાર્ડ પહેરીને સ્ટેડિયમ ફર્યા

અમદાવાદ શહેરમાં ગાંધીનગરથી નજીક આવેલું એક ડિવિઝન છે કે ટ્રાફિકમાં લાયન ડિવિઝન તરીકે ઓળખાય છે, ત્યારે તેનો વહિવટ કરતા વહિવટદારની નોકરી સુરત ગ્રામ્ય છે અને અમદાવાદમાં આંટાફેરા ચાલુ જ છે અને વહિવટ પણ કરે છે, આરટીઓથી ચાંદખેડાની વચ્ચે આ ડિવિઝન આવેલું છે, મહત્વની વાત તો એ છે કે, આ વહિવટદારની નોકરી સુરત ગ્રામ્યમાં છે તો અહીંયા પોલીસનું મેચનું આઈકાર્ડ કઈ રીતે બન્યું હશે ! પોલીસબેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, મનુનું "માન" વિસ્તારમાં પણ બહુ છે.