સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં.

પશ્ચિમ વિસ્તારમાં અને બ્રિજની નજીક આવેલ એક પોલીસ સ્ટેશનના વહિવટદારે ડમ્પર ચાલકોની રેકી કરી શરૂ

લો બોલો કેવા લોકો ગજબના હોય છે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલું અને શાંત ગણાતું પોલીસ સ્ટેશન કે જયાં કયારેક કોઈક માથાકૂટ આવતી હોય છે, ત્યારે આ પોલીસ સ્ટેશનના વહિવટદારને કંઈ ના મળતા ડમ્પરની રેકી કરવાનું શરૂ કરી દીધુ, વિસ્તારમાં ખાનગી માણસો પણ રાખ્યા અને કયા સમયે કયું ડમ્પર નિકળે છે અને તેની વોચ રાખવા માટે કહ્યું, વહિવટદારને અન્ય કઈ મળતું નથી તો તેણે ડમ્પરના ચાલકો પર તરાપ મારવાનું નક્કી કર્યુ છે, ત્યારે પોલીસ બેડામાં આ વહિવટદાર હજી નવો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે, ત્યારે પીઆઈને નથી ખબર કે તેમના વહિવટદારને પણ માટીના રૂપિયા ગમે છે.

ટ્રાફિકના પોઈન્ટો પર કર્મચારી આવે છે કે નહી તેનું ચેકિંગ કરવામાં ઘણા PIને હજી આળસ આવે છે

અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનની જેમ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ અલગ હોય છે અને તેમાં સ્ટાફ અને પીઆઈની મહેકમ અલગ હોય છે, ત્યારે શિફટ પ્રમાણે કોણ નોકરી આવે છે કે નથી આવતા તેની જવાબદાર જે તે પીઆઈની હોય છે પણ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકના ઘણા પીઆઈ એવા છે કે તેઓ પોતે પણ તપાસ નથી કરતા કે કર્મચારી શિટ પ્રમાણે આવે છે કે નથી આવતા, તો ઘણા મહાનુભાવ કર્મચારીઓ એવા છે કે તેમને ખબર છે કે, પીઆઈ કયાં અમારી તપાસ કરશે એટલે સમય મળે તે મૂજબ તેઓ પણ ગુલ્લી મારી દેતા હોવાની વાત સૂત્રો તરફથી મળી છે.

અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં ઈન્ચાર્જમાં ચાલી રહેલા પોલીસ સ્ટેશનને મળશે નવા PI

અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં પીઆઈઓની ઈન્ટરનલ બદલી આવવાના એંધાણ છે ત્યારે જે પોલીસ સ્ટેશન હાલમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ચાલી રહ્યું છે તે પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે તેવી વાત સામે આવી છે, તો હવે કમૂરતા પણ ઉતરી ગયા છે અને પોલીસ સ્ટેશનમાં પીઆઈની બદલી કરવામાં આવશે અને ઈન્ચાર્જ પીઆઈને રાહત આપવામાં આવશે, તો 15 થી 20 પીઆઈની બદલી આવી શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે. તો ઘણા પીઆઈઓએ રાજકીય લોબિંગ પણ શરૂ કર્યુ છે, પણ એ વાત પણ નક્કી છે કે, રાજકીય લોબિંગ નહી પણ તમારી કામગીરી સારી હશે તો જ તમને સારૂ પોલીસ સ્ટેશન મળશે.

યુનિવર્સિટી દારૂ પાર્ટી કેસમાં એક ઉચ્ચ અધિકારીનો વહિવટદાર પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં ભલામણ માટે મેટ્રોની સ્પીડે પહોંચ્યો

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પાર્ટીને લઈ પોલીસે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી સાથે સાથે એક ઉચ્ચ પોલીસ અધિકારીનો વહિવટદાર કે જે વર્ષોથી દબાઈને વહિવટ લઈ જ લે છે અને તેને ખબર પડી કે રેડ પડી છે અને તેમાં તેમના ઓળખીતા પણ છે અને તેને લઈ તે દોડતો થયો હતો, તો તે વહિવટદાર સેકટર 2 વિસ્તારમાંથી સેકટર 1 વિસ્તારમાં 4 લોકોની ભલામણ માટે આવ્યો હતો અને પોલીસની હાજરીમાં તે 4 લોકોને છોડાવી ગયો હોવાની વાત પોલીસ સૂત્રો તરફથી સામે આવી છે, તો આ દારૂ પાર્ટી કેસમાં દારૂ પાર્ટી કેસમાં મહિલાઓને લઈ પોલીસની બેવડી નીતિ સામે આવી હતી અને કાર્યવાહીના નામે ખેલ થયો હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં ચાલી રહ્યો છે.

અમદાવાદના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ હવે રેગ્યુલર નોકરી તો કરવી જ પડશે

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલીક દ્વારા પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ - "પ્રમાણ" નામની સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2026થી આ એપ્લિકેશન અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના તમામ 14 પોલીસ સ્ટેશનમાં ઉપયોગ લેવાઈ રહી છે, આ એપ્લિકેશનમાં 'સિંગલ લોગીન મિકેનિઝમ' હોઈ પોલીસ કર્મચારી પોતાની એક જ અધિકૃત ડિવાઇસ અને નંબર પરથી લોગીન કરી શકશે જેથી તેઓની હાજરી સુનિશ્ચિત કરી શકાશે. તેમાં ફેક અથવા મોક GPSનો ઉપયોગ રોકવામાં આવ્યો છે જેથી વાસ્તવિક સ્થળ પરથી જ કર્મચારીએ પોતાની ફરજના સમય દરમિયાન પોતાના ચેક ઇન- ચેક આઉટ અને હાજરીની નોંધ કરાવવાની રહેશે. કર્મચારીઓની દૈનિક અને માસિક શિફ્ટ તેમજ ફરજની ફાળવણી આ એપ્લિકેશનથી કરી શકાશે તેવું અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.


આ પણ વાંચો : Panchmahal News : પંચમહાલમાં નાયબ કાર્યપાલ ઈજનેર સ્નેહલ શાહ પાસે 74.99% અપ્રમાણસર મિલકત મળતા ACBએ નોંધી ફરિયાદ