અમદાવાદમાં વર્ષ 2022 માં થયેલી ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સહિત અન્ય ત્રણ આરોપીઓ વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યાકાંડે સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા 12થી વધુ સાક્ષીઓની જુબાની અને મજબૂત દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે ચારેય આરોપીઓને હત્યાના ગુનામાં કસૂરવાર જાહેર કર્યા છે.


રાકેશ મહેતા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પર અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપ હતા, પરંતુ રાકેશ મહેતાની હત્યાના કેસમાં સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની મજબૂત સાક્ષીને કારણે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહોતો. કોર્ટે આજીવન કેદની સજાની સાથે દંડનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાથી મૃતક રાકેશ મહેતાના પરિવારમાં ન્યાય મળ્યાનો સંતોષ જોવા મળ્યો છે. કાયદાના જાણકારો આ ચુકાદાને ગુનેગારોમાં ડર પેદા કરનારો અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત કરનારો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot News : સમરસ હોસ્ટેલમાં ભોજનના નામે જીવાત, પીરસાયેલા ખોરાકમાં મકોડા નીકળતા ભારે હોબાળો



  • Follow us on: