પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

અમદાવાદ શહેરમાં કયા PI થશે સાઈડ આઉટ અને કોને મળશે કિંગ જેવું પોલીસ સ્ટેશન

અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં બદલીનો દોર શરૂ થશે અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ બદલીઓ કરવામાં આવી શકે છે, જે પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ છે તે પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર પીઆઈ સ્ટાફને તેમજ વિસ્તારના સ્થાનિકોને મળી શકે છે, આ વખતે બદલીમાં થોડી એટલા માટે વાર લાગી છે કે, આ વખતે જે અધિકારીની સારી કામગીરી હશે તેને જ સારૂ પોલીસ સ્ટેશન મળી શકશે અને જે લોકો સારા પોલીસ સ્ટેશનમાં છે અને કામગીરી સરખી નથી કરી તેવા અધિકારીઓ સાઈડ આઉટ પણ થઈ શકે છે, ટૂંક સમયમાં અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર આવી શકે છે અને ઘણા પીઆઈની બદલીઓ પણ આવી શકે છે અને લિસ્ટ પણ તૈયાર જ છે, પણ બસ બાકી છે માત્ર શહેરના રાજાની સહી. તો બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે, જિલ્લાના પીઆઈની બદલીઓ આવશે ત્યારબાદ જ અમદાવાદ શહેરમાં પીઆઈની બદલી આવશે !

માઘ મહિનામાં શહેરની એક "વગદાર" એજન્સીનું રિસાયક્લિંગ થવાની વાતે પકડયું જોર

અમદાવાદ શહેરમાં પોલીસની અલગ-અલગ એજન્સીઓ કામ કરી રહી છે, અને આ એજન્સીઓમાની એક એજન્સી શહેર પોલીસની ખૂબ મહત્વની છે અને શહેર પોલીસનું ક્રીમ એટલે આ એજન્સીને ગણવામાં આવે છે, જેમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરવા માટે ઉત્સુક છે અને લોબિંગ પણ લગાવી રહ્યાં છે, પરંતુ સૂત્ર તરફથી એવી માહિતી મળી રહી છે કે, અમદાવાદની આ મોટી અને વગદાર એજન્સીમાં પણ મોટા ફેરફાર આવી શકે છે, લગભગ પોલીસ બેડામાં તો એવી પણ વાત ચાલી રહી છે કે, આ આખી એજન્સીમાં રિસાયકિંલગ થાય તો નવાઈ નહી, કેમકે અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર આવી શકે છે અને ઘણા નવા લોકોને આ એજન્સીમાં કામ કરવાનો મોક પણ મળી શકે છે.

RTOની નજીક આવેલા કયા પોલીસ સ્ટેશનના વહિવટદારની આંખ નીચે ચાલે છે ગાંજાનો વેપલો !

શહેરમાં ગાંજા અને ડ્રગ્સને લઈ પોલીસની મોટી કાર્યવાહી થતી હોય છે અને એજન્સીઓ પણ કાર્યવાહી કરતી હોય છે, તો સૂત્રો તરફથી એક એવી પણ માહિતી સામે આવી છે કે, "દેવ" જેવા વહિવટદારની આંખોની સામે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે, અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી આ ગાંજાનું વેચાણ કરી રહ્યાં છે તેવી વાત પોલીસબેડામાં ચાલી રહી છે, ગાંધીનગર જવાના રોડે રેલવે બ્રિજની નજીક જ આ ગાંજાનું વેચાણ થતું હોય છે અને 50 થી લઈને 100 રૂપિયા સુધીની પડીકી મળી રહી છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ત્યારે ચાંદ જેવા પોલીસ સ્ટેશનમાં આ ગાંજાનું વેચાણ કરનાર આરોપી અગાઉ ઝડપાયો હોવાની વાત પણ સામે આવી છે, ત્યારે ગાંજાનું છૂટક વેચાણ બંધ કરવામાં આવે અને વહિવટદાર "દેવ" કે નામ જ ખાલી દેવ જેવું છે અને તે પીઆઈને રાજી કરવા કંઈ પણ કરી નાખે છે.

PIતો રજા પર ગયા હતા પણ આ PSI પોતાની જાતને PI સમજી બેઠા !

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક શાંત પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં પીઆઈના હોય ને તો પણ પોલીસ સ્ટેશનમાં ચાલી જાય, પરંતુ આ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ એવા છે કે જે પોતાની જાતને પીઆઈ સમજીને બેઠા છે અને કામગીરીમાં પણ પીઆઈ જેવા આદેશ કરતા હોય તેવી વાતે જોર પકડયું છે, એક જાણીતી હોટલ અને બ્રિજની પાસે જ આ પોલીસ સ્ટેશન આવેલું છે અને પીઆઈ પણ રજા પર છે અને આ પોલીસ સ્ટેશનના પીએસઆઈને પાવર સમાતો નથી અને આ પીએસઆઈ જયારે ટ્રેનિંગમાં ગયા હતા તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફને રાહત થઈ હતી. તો આ પીએસઆઈના ખરાબ સ્વભાવના કારણે કોઈ તેમની સાથે કામ કરવા માટે પણ રાજી નથી તેવી વાત તે પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે.

નાના કર્મચારીઓને હેરાન કરવાનું બંધ કરો, નહિતર તમારી સામે પણ આ રીતે નોંધાઈ શકે છે પોલીસ ફરિયાદ

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે 21 જાન્યુઆરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે.ગોસ્વામીના ત્રાસના કારણે પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો, PSI બી.કે. ગોસ્વામી સામે દિગ્વિજયસિંહને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક દિગ્વિજયસિંહના પિતા કે જેઓ નિવૃત પોલીસકર્મી છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. માટે ઘણી વાર કામના ભારણના કારણે નાના પોલીસ કર્મીઓ આપઘાત કરી લેતા હોય છે અને અધિકારીઓ તેમનો રૂઆબ બતાવતા હોય છે, ત્યારે નાના કર્મીઓને પણ કામ કરવા દો ખોટી દાદાગીરી ના કરો તે જરૂરી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીમાં થયો ઘટાડો, શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ