અમદાવાદ શહેરમાં વધુ એકવાર પૂરઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે. કે. નગર પાસે એક બેફામ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ એક ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘરનો મુખ્ય ગેટ અને દિવાલ ધડાકાભેર તૂટી પડ્યા હતા.
ઘરના આંગણે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ
ઘટનાની મળતી માહિતી અનુસાર, કારચાલક પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે દરમિયાન અચાનક કાબૂ ગુમાવતા કાર ઘરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કરથી ત્યાં પાર્ક કરેલું ટુ-વ્હીલર પણ કચડાઈ ગયું હતું અને મકાનનો મુખ્ય લોખંડનો ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે આંગણામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.













