સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 43 પુરુષ અને 38 મહિલાની કરી ધરપકડ, પોલીસે તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે અને લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

મોંઘીદાટ દારુની બોટલો પોલીસે જપ્ત કરી

પોલીસે રેડ દરમિયાન દારૂની મોંઘી બોટલો તેમજ લકઝુરીયસ કાર જપ્ત કરી છે, પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એકટ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઝડપાયેલા લોકોના મેડિકલ રીપોર્ટ પણ કાઢવામાં આવશે અને તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, મોડી રાત્રે આ દારૂની મહેફિલ ઝડપાઈ છે અને તમામ લોકો અમદાવાદની આસપાસના અને અમદાવાદના રહેવાસી હોઈ શકે છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

પોલીસને હુક્કાનો સામાન પણ મળી આવ્યો

પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓને પણ દારૂ મહેફિલ અંગે જાણ કરી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે તમામની કાર પણ જપ્ત કરી છે અને ફાર્મ હાઉસ કોના નામનું છે અને તેનો માલિક કોણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, પોલીસને આ રેડ દરમિયાન હુક્કાનો સામાન પણ મળી આવ્યો છે અને તપાસ શરૂ કરી છે.

[[$alsoread]]

સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે પાર્ટીનુ આયોજન કરાયું હતુ

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરજ ગામની સીમમાં આવેલ સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે પાર્ટીનુ આયોજન કરનાર અમિત ગોપીલાલ પચેરીવાલ ઉ.વ.૪૯ રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇ વાળા નાએ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરી હોય તેની ઉજવણી કરવા સારૂ પાર્ટીનુ આયોજન કરી તેના મિત્ર રવી ગોરખપુરીયા નાઓનુ સફલ નિર્વાણા ગ્રીન્સનો પ્લોટ નં.200 ખાતે પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

03 વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી

મહિલા તથા પુરૂષ મિત્રોને આમંત્રીત કરી પરપ્રાંતિય વિદેશીદારૂનો જથ્થો લાવી ગે.કા. અને વગર પાસ પરમિટે દારૂની મેજબાની કરી મહેફિલ માણી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કાચની શીલબંધ બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂ.૪૩,૫૫૦/- તથા અર્ધ દારૂ ભરેલ કાચની ખુલ્લી બોટલ નંગ-૦૭ કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/- તથા દારૂ પીવા માટેના કાચના ગ્લાસ નંગ-૭૦ કિ.રૂ.૭૦૦/- તથા રબ્બરની પાઇપવાળા હુક્કા નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પેકેટ નંગ-૦૮ કિ.રૂ.૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૩૩ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૭૪ કિં.રૂ.૨૬,૩૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨,૬૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૧,૮૪,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૬૬(૧)(બી), ૭૫(એ), ૮૫(૧)(૩), ૮૧, ૮૪, ૮૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ

08 શીલ બંધ દારૂની બોટલ

07 અડધી ભરેલ દારૂની બોટલ

03ખાલી દારૂની બોટલ

10 હુક્કા

22 ફોર વ્હીલર ગાડી

70 ગ્લાસ

8 હુક્કાની ફ્લેવર્સ

33ડબ્બા હક્કાની ફ્લેવર્સ વાળા

74 મોબાઈલ ફોન

કુલ કી.રૂ.2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કરાયો


  • Follow us on: