આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે, વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી હતી આરોપીએ અને પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાને ઝડપ્યો છે. આણંદમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, અને કુલ 2 આરોપીની ધરપકડ કરાઈ છે.
આણંદની 17 વર્ષની કિશોરીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર ઝડપાયો
આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ઉતરસંડા ખાતે લઈ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, આરોપીએ દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો બનાવી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને આણંદ પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાની ધરપકડ કરી છે. તો આ સમગ્ર ઘટનામાં યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે ઘરે આવીને પરિજનોને જાણ કરી હતી.













