બનાસકાંઠામાં જુના ડીસાથી સામઢી જતા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે બાઈક પર સવાર લોકોને અડફેટે લીધા હતા જેના કારણે 1નું ઘટના સ્થળે મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.


બનાસકાંઠામાં અકસ્માતમાં બે લોકોના મોત

જુના ડીસાથી સામઢી જતા માર્ગ પર અકસ્માત થયો છે અને રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક સવારનું મોત થયું છે, આ સમગ્ર મામલે ખનીજ અને પોલીસ વિભાગે તપાસ શરી કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે અને પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે, સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે, આ રોડ પર બેફામ રીતે ડમ્પરો દોડતા હોય છે અને નાના વાહનોને નુકસાન પહોંચાડતા હોય છે.

પોલીસ અને ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે

જે જગ્યાએથી ડમ્પર રેતી ભરીને આવતુ હતુ તે જગ્યા પર રેતી લેવાની પરમિશન છે કે નહી કે પછી રેતીની ચોરી કરવામાં આવે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પરિજનોને પણ પોલીસે જાણ કરી છે, મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે, આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોમાં રોષ છે અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.


આ પણ વાંચો : Gandhinagar News : મહિલા-બાળ આયોગ અને ગાયત્રી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જનજાગૃતિ રથનું પ્રસ્થાન


  • Follow us on: