બનાસકાંઠામાં લકી ડ્રોનું આયોજન કરી લોકો પાસેથી રૂપિયા લેનાર અશોક માળી આખરે ઝડપાઈ ગયો છે, કોઈ પણ પરમિશન વિના અશોક માળી લકી ડ્રોનું આયોજન કરતો હતો અને તેના કારણે પોલીસે ગુનો નોંધ્યો હતો, ફરિયાદ બાદ અશોક માળી 5 મહિનાથી ફરાર હતો અને પાલનપુર LCB ટીમે ધાનેરા નજીકથી અશોક માળીને ઝડપ્યો છે.
લકી ડ્રો નો માસ્ટર માઇડ અશોક માળી પોલીસ સકંજામાં
વાવ-થરાદમાં લકી ડ્રોનું આયોજન કરનાર અશોક માળી પોલીસના સકંજામાં છે, પાંચ મહિનાથી ફરાર અશોક માળીની કરી પાલનપુર lcbએ ધરપકડ, વાવ થરાદ જિલ્લાની પોલીસ અશોક માળીની ધરપકડ મામલે ઊંઘતી રહી હતી અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ લાખણી ખાતે યોજાયેલા ગેર કાયદેસર લકી ડ્રો ના આયોજન મામલે આગથળા પોલીસ સ્ટેશનના PI બન્યા હતા ફરિયાદી અને ફરિયાદ બાદ અશોક માળી ઉતર્યો હતો ભૂગર્ભમાં અને પાંચ મહિનાથી ફરાર હતો.
પાલનપુર LCBએ ધાનેરા નજીકથી કરી ધરપકડ
ફરાર આરોપી અશોક માળીની બાતમીના આધારે પાલનપુર LCBએ ધાનેરા નજીકથી કરી ધરપકડ અને ધરપકડ બાદ વાવ થરાદ જિલ્લાની આગથળા પોલીસને સોંપવામાં આવ્યો અશોક માળીનો કબ્જો અને અશોક માળી પર લકી ડ્રો મામલે લાગ્યા છે છેતરપિંડી સહિતના ગંભીર આરોપ અને અલગ-અલગ ગુનાઓની કલમ હેઠળ નોંધાયો છે ગુનો, આગથળા પોલીસની તપાસમાં સામે આવશે લકી ડ્રોના આયોજનમાં કઈ રીતની આચરવામાં આવતી હતી લોકો સાથે છેતરપિંડી.









