બનાસકાંઠાના થરાદના વાડિયા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને પોલીસે સમગ્ર ઘટનામાં બન્ને પક્ષ સામે ફરિયાદ નોંધી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અને બબાલ વણસે નહી તેને લઈ પોલીસની એક ટીમ સ્ટેન્ડબાય છે, થરાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ

થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ છે અને પૈસાની લેતીદેતીમાં બંન્ને પક્ષના પરિવારો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, બબાલમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને બંન્ને પક્ષના લોકો વિરુદ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ સમગ્ર કેસમાં અગાઉ પણ બન્ને પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી હતી.

રૂપિયાની લેતીદેતીમાં બબાલ થઈ હોવાની વાત સામે આવી

તો રૂપિયાની લેતીદેતીમાં આ બબાલ થઈ હતી અને મારામારી એટલી હદે વણસી હતી કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે બન્ને પક્ષે નિવેદન પણ નોંધ્યા છે, આ કેસમાં જે લોકોની તબિયત સુધારા પર છે તે લોકોને રજા આપવામાં આવી છે, હાલ મામલો થાળે પડયો છે અને કોઈ ચિંતાજનક વાત નથી.