બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને કારે બાઇક ચાલકને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું છે, મૃતક બાઇક લઇને ચાંદરવા જઇ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી, અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ છે.


[[$googlead]]

હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

વાવ થરાદ જીલ્લાના વાવ- સુઈગામ હાઈવે ચાર રસ્તા વિશ્રામ ગૃહ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં સ્પીડમાં આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા હતા અને કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને જે કારનો ચાલક છે તેને શોધવા માટે તપાસ શરૂ કરી છે, વાવ ચાર રસ્તાથી ચાંદરવા તરફ જતા એક બાઇક ચાલકને સ્વીફ્ટ ગાડીએ અડફેટે લેતા આ ઘટના બની છે, લક્ષ્મણભાઈ રૂપરામ ભાઈ ગામોટ ઉ.વ.55 વર્ષ રહે. ચાંદરવા નામના વૃદ્ધનું મોત થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં થયો અકસ્માત

ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા, અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે જેના કારણે અકસ્માત ઘટી શકે, તો તંત્ર સ્થાનિકોની માગ પ્રમાણે સર્કલ બનાવે તે જરૂરી બન્યું છે.

[[$alsoread]]

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


આ પણ વાંચો : પોલીસ પંચાત : નારોલ પોલીસની હદમાં દારૂના વેપલા પર એજન્સીઓની તવાઈ, આ LCB ઝોન પલીસ મથકમાં ‘ભા’ કોણ છે ?


 

  • Follow us on: