બનાસકાંઠા રાજપૂત સમાજના બંધારણને નેવે મૂકતો વીડિયો વાયરલ થયો છે જેમાં વરઘોડામાં નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા કર્યા અને કાંકરેજ વિભાગમાં રાજપૂત સામજમાં DJ પર પ્રતિબંધ મૂકાયો છે તેમ છત્તા જાહેરમાં ડીજે વગાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સમાજના નિયમોનું ઉલ્લંઘન થયું હતુ.
ઓગડ તાલુકામાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કાયદા અને સમાજના બંધારણને નેવે મૂક્યા
હમ હૈ તો ક્યા ગમ હૈ પ્યારે ગીત પર નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા થયા હતા અને લોકો લગ્નનના વરઘોડામાં નાચ્યા હતા, દરબાર (રાજપૂત) સમાજના લગ્ન વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને કાંકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં ડીજે બેન્ડ પર પ્રતિબંધ છે તેમ છતાં ઉલ્લંઘન કર્યુ હતુ. લગ્ન પ્રસંગે દિકરા અને દિકરીબાની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી 2100 રૂપિયા લેવી તેવા નિયમ બન્યા હતા સાથે સાથે ડીજે તથા બેન્ડ લાવવું નહી તેવા નિયમો બન્યા હોવા છત્તા ઉલ્લંઘન કરાયું હોવાની વાત સામે આવી છે.
