બનાસકાંઠાના થરાદમાં પત્નીએ સાળી અને પ્રેમી સાથે ભેગા મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો છે, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાની વાત સામે આવી છે અને પતિને ઊંઘની ગોળી આપી હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે પ્રેમી આરોપીની કરી અટકાયત અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રેમ સબંધમાં હત્યા કરી હોવાની વાત
થરાદ તાલુકાના કરબુણ ગામે આડા સંબંધોમાં પતિ અડચણરૂપ બનતા પત્નીએ હત્યા કરી છે, પતિને ઊંઘની ગોળી આપી પત્ની, સાળી અને પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે, થરાદ એસપી ચિંતન તરૈયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને તપાસ શરૂ કરી છે.
