ભાવનગરના નવાપરામાં ફાયરિંગની ઘટના બનતા પોલીસનો કાફલો સ્થળ પર દોડયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એક જ સમાજના બે લોકો વચ્ચે આ માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે, નીલમબાગ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, વહેલી સવારે આ ફાયરિંગ થયું હતું.

ભાવનગરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના

નવાપરા વિસ્તારમાં વહેલી સવારે થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે, અને સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ પોલીસે મેળવ્યો છે, DYSP સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી ઘટનાનું પંચનામું કર્યું છે, ભાવનગરના નામચીન વલી હાલારી અને તેના ભાઈ તૌફિક હાલારી સહિત 8 શખ્સો સામે નોંધાઇ ફરીયાદ, માથા ભારે શખ્સ વલી હાલારી સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

રમઝાન માસ દરમિયાન બબાલ થઈ હતી

ડીવાયએસપીના જણાવ્યા અનુસાર, નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં, વહેલી સવારે 4:00 - 4:30ના અરસામાં ફાયરિંગની ઘટના બનેલી છે. જેની હકીકત એવી છે કે આ કામે ફરિયાદી જાહિદભાઈ તે તથા તેમના મિત્રો લતીફ, નદીમ અને આમીર વહેલી સવારે ત્યાં બેઠા હતા. આ બનાવમાં છ જેટલા આરોપીઓએ સંપ કરીને ત્યાં આવેલા, જેમાં અલી, ફારુક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન હતા. તે આ લોકોને ધમકાવ્યા કે, તમે અહીં શા માટે બેસો છો? તેમ કહી ફાયરિંગ કરીને અને ‘આ તમારી સગી નહીં થાય’, તમારે અહીંયા બેસવું નહીં એ રીતની વાત કરી, અને ફાયરિંગ કરવામાં આવેલું છે.


આ પણ વાંચો : Botad News : બોટાદ PGVCL દ્વારા 24 માર્ચના રોજ 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ’કરાશે