ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં જાનમાં આવેલા 5 ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયા છે અને શિવધારા પાર્ટી પ્લોટ બહારથી ઝડપી પાડ્યા છે પોલીસે, તબીબો સુરતથી ભાવનગર લગ્નમાં આવ્યા હતા અને દારૂની મજા માણીને બહાર આવતા પોલીસે ઝડપ્યા છે અને પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે.
ભાવનગરમાં ડોકટરો દારૂ પાર્ટી કરતા ઝડપાયા
દર્શન પટેલ, ભાર્ગવ પટેલ, નિકુંજ કાત્રોડીયા, વિવેક આહીર, રાકેશ જાલોંધરાની સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, પોલીસ તમામના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને જામીન પર મુકત કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા ચર્ચા એ પણ ચાલી રહી છે કે, ડોકટર થઈને આવી રીતે જાહેરમાં દારૂ પીવો કેટલો યોગ્ય કહેવાય ? ડોકટરો પણ મિડીયાને જોઈ પોતાનું મો સંતાડીને ઉભા હતા પરંતુ કાયદો હાથમાં ના લેવો જોઈએ તે સબક પોલીસે ડોકટરોને શીખવી દીધી હતી.
