ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે, અને સામસામે પથ્થરમારો થતા પોલીસ પણ દોડતી થઈ હતી, સમગ્ર ઘટનામાં સામસામે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરાઈ છે. પોલીસે પથ્થરમારો કરનારની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.


ભાવનગરના બે જૂથ વચ્ચે અથડામણ

ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ છે અને પથ્થરમારનો વીડિયો પણ વાયરલ થયો છે, નજીવી બાબતે પથ્થરમારો થયો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, તો ઘોઘારોડ પોલીસ મથકમાં બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આટલા બધા પથ્થર એક સાથે કયાંથી આવ્યા, શું પથ્થરમારો કરવાનો પ્લાન પહેલેથી જ હતો કે શું ! ત્યારે સમગ્ર ઘટનમાં હાલ પોલીસની એક ટીમ સ્થળ પર છે.

ઘોઘારોડ પોલીસ મથકમાં બંને પક્ષે ફરિયાદ નોંધાવી

જે જગ્યા પર આ માથાકૂટ થઈ હતી તે જગ્યાએ હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસની એક ટીમ સ્થળ પર છે, હાલ શાંતિપૂર્ણ માહોલ હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની કરાઈ આગાહી


 

  • Follow us on: