નયના બારૈયાએ બોટાદમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે અને ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, આપઘાત પહેલા નયનાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જેમાં તે કહી રહ્યાં છે, કે ડીવાયએસપી રીમા ઝાલાના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ડીવાયએસપી પર ગુનો નોંધવા માગ પરિજનોની છે

ગંભીર હાલતમાં નયના બારૈયાને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ભાવનગરના DYSP રીમા ઝાલા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ વીડિયોમાં કર્યો છે, ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાનો વીડિયોમાં આક્ષેપ છે અને DYSP રીમા ઝાલ પર ગુનો દાખલ કરવા નયનાના ભાઇની માગ છે.

https://twitter.com/sandeshnews/status/2021474084329255138

આરોપીને પોતાના ઘરમાં આશરો આપવા માટે સસ્પેન્ડ કરાઈ હતી

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો અને પોલીસ આ કેસમાં આરોપીને શોધી રહી હતી પરંતુ મળ્યો ન હતો આરોપી, ત્યારે આખરે પોલીસને બાતમી મળી હતી કે, નયના બારૈયા કે જે પોલીસ કોન્સ્ટેબલ છે અને હાલમાં તેઓ સસ્પેન્ડ છે અને તેના ઘરે આરોપીને આશરો આપ્યો હોવાની વાત સામે આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નયના બારૈયા ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી હતી.


આ પણ વાંચો : Surat News : સુરતના કતારગામમાં 5 વર્ષની બાળકીનું મોત, છેલ્લા 8 દિવસથી શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો