ગાંધીનગર એલસીબીએ વલાદ ગામમાંથી જુગારધામ ઝડપ્યું, વલાદ ગામના ગોરવંટાપરામાં ખુલ્લા ખેતરમાં ચાલતું હતું જુગારધામ અને ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જુગારધામમાં 2 લાખથી વધુની રોકડ સાથે 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, છે, જુગારધામ ચલાવનાર અજય ઠાકોર ફરાર છે.

જુગારને લઈ રેડ કરવા અધિકારીએ આપી હતી સૂચના

વલાદ ગામના ગોરવંટાપરા ખાતે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૨,૭૮,૯૫૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧૭,૬૩,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર એલ.સી.બી.-૧, ગાંધીનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃતિ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્‍લાપોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી , ગાંધીનગરનાઓએ પ્રોહી - જુગાર અન્વયે અસરકારક રેઇડો કરી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી. – ૧ ના પોલીસ ઇન્‍સ્પેકટર ડી.બી.વાળાને સૂચના આપી હતી.

ગંજીપાનાનો રમતા હતા જુગાર

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા નાઓએ એલ.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરવા સૂચના આપેલ હતી જેના ભાગરૂપે ગોલવંટાપરૂ તાબે વલાદ ગામ ખાતે ઘંટીવાળાવાસની સામે આવેલ ખુલ્લા ખેતરમાં જુગાર અંગે રેઇડ કરી પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા (૧) પ્રગ્નેશ કરણસિંહ બિહોલા ઉ.વ.૨૬ રહે. લીંમડીવાસ, રતનપુર ગામ, તા.જી.ગાંધીનગર તથા (૨) લલીત કાળાજી ઠાકોર ઉ.વ.૩૧ રહે. ચકલીપુરાવાસ, વલાદ ગામ, તા.જી.ગાંધીનગર તથા (૩) વિશાલ બેચરજી ઠાકોર ઉ.વ.૧૯ રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટાપરૂ તાબે વલાદ ગામ, તા.જી.ગાંધીનગર તથા (૪) બિપીનભાઇ દશરથભાઇ પટેલ ઉ.વ.૩૬ રહે. પટેલવાસ, સીંગરવા ગામ, તા.દસક્રોઇ જી.અમદાવાદ તથા (૫) જગદિશજી મહેશજી ઠાકોર ઉ.વ.૨૫ રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટા પરૂ તાબે વલાદ ગામ, તા.જી.ગાંધીનગર તથા (૬) તુષાર જગદિશભાઇ ઠાકોર ઉ.વ.૨૪ રહે. મહેંદીકુવા, ઠાકોરવાસ, શાહપુર ફાયર સ્ટેશન પાસે, શાહપુર, અમદાવાદ તથા (૭) ભક્તિભાઇ બળદેવભાઇ વ્યાસ ઉ.વ.૪૯ રહે. વ્યાસવાળો, વલાદ ગામ, તા.જી.ગાંધીનગર તથા (૮) અમરતજી ચેહરાજી ઠાકોર ઉ.વ.૩૨ રહે. જોગણી માતાનો વાસ, કડાદરા ગામ, તા.દહેગામ જી.ગાંધીનગર તથા (૯) ગીરીશકુમાર ફકીરજી ઠાકોર ઉ.વ.૪૨ રહે. નવઘરી વાસ, વજાપુરા ગામ, તા.જી.ગાંધીનગર તથા (૧૦) કિશન બીપીનભાઇ પટેલ ઉ.વ.૨૪ રહે. પટેલવાસ, વલાદ ગામ, તા.જી.ગાંધીનગર.

વોન્ટેડ આરોપી અને કબ્જે કરેલ મુદ્દામાલ

01- અજય વિનુજી ઠાકોર રહે. ગોરવંટાપરૂ તાબે વલાદ ગામ, તા.જી.ગાંધીનગર

02-રોકડા રૂ.૨,૭૮,૯૫૦/-

03- મોબાઇલ ફોન નંગ –૦૯ કિ.રૂ.૧,૩૫,૦૦૦/-

04-વાહન નંગ –૦૪ કિ.રૂા.૧૩,૫૦,૦૦૦/-

05- ગંજીપાના નંગ –૧૦૪ કિ.રૂા.૦૦/૦૦

06-એક સફેદ કલરનો હાથ રૂમાલ કિ.રૂ.૦૦/૦૦

07-કુલ મળી રૂ.૧૭,૬૩,૯૫૦/-


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–બીકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનો