આરોપીને પકડવા દહેગામ પોલીસનું ફિલ્મી ઓપરેશન સામે આવ્યું છે અને 3 વર્ષથી ફરાર પોક્સોના આરોપીને પોલીસે ઝડપ્યો છે, ફુગ્ગા, શાકભાજી વેચીને પોલીસે આરોપીને ઝડપ્યો છે અને મહેસાણાના ટીબી રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો છે, પોલીસે પોક્સોના આરોપી ધનપાલસિંહ ચૌહાણને ઝડપી તપાસ હાથ ધરી છે.
આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ
આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ અને જામીન મળતા આરોપી અલગ-અલગ જગ્યાએ કામ કરતો અને આરોપીને ઝડપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા 27 જાન્યુઆરી 2023થી 4 ફેરબ્રુઆરી 2023 સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન પૂર્ણ થતા તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર રહેતો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં ઓપરેશન પાર પાડતા પીઆઈ પણ ખુશ થયા હતા.
