ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા હેડ કોન્સ્ટેબલ અને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, 16 જાન્યુઆરીથી મૃતક ઉપેન્દ્રસિંહ રજા પર હતા અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.

વધુ એક પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત

ગાંધીનગરના સેક્ટર 7માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો અને ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, મૃતક છેલ્લા એક અઠવાડિયાથી રજા પર હતા અને આપઘાત કર્યો છે, પોલીસે મૃતકનો ફોન જપ્ત કર્યો છે અને તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

ગઈકાલે ભરૂચમાં મહિલા પોલીસે કર્યો આપઘાત

ભરુચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ ગઈકાલે આપઘાત કર્યો હતો અને પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ હતુ, પોલીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો હતો આપઘાત, તો મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે.

ગઈકાલે ભાવનગરમાં ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આપઘાત કરતા મોત

ભાવનગરના ઘોઘા પોલીસ મથકના PSO દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ, ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : Agriculture News : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા, કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે અથવા તાડપત્રી નીચે ખસેડવા ખેડૂતોને સૂચના