વર્ષ 2020-24 સુધી 539 કેસોના આંકડા સામે આવ્યા છે, છેલ્લા પાંચ વર્ષમાં 250 ગુનાઓ કોર્ટમાં સાબિત જ ન થઈ શક્યા અને માત્ર 148 ગુના એસીબી કોર્ટમાં સાબિત કરી શક્યું છે, 2020 થી 24 સુધી 539 કેસોના આંકડા છે, ગુજરાત એ.સી.બી દ્વારા ફરીયાદીને પૂરતો સહકાર અને યોગ્ય સુરક્ષા મળી રહે એ માટેથી ગુજરાત એસીબી દ્વારા ઓપરેશન કેર (CARE)ની શરુઆત કરી છે.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
